આકરો પડશે ઉનાળો, ગરમ પવનના કારણે ચાલુ વર્ષે ગરમીનો પ્રકોપ વધશે

Mar 21, 2017 12:36 PM IST | Updated on: Mar 21, 2017 12:36 PM IST

અમદાવાદઃગુજરાતમાં અત્યારે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.રાતે ઠંડી વહેલી સવારે ધુમ્મસ અને દિવસે ગરમી પડી રહી છે.જો કે મિશ્ર ઋતુનો અહેસાસ વેસ્ટન ડિસ્ટબ્ન્સના કારણે થઇ રહ્યો છે.જો કે હવે ગુજરાતમાં ઉતર-ઉતરપૂર્વિય પવનો ફુકાય રહ્યા છે.આ પવન રાજસ્થાનના રણ પરથી પસાર થઈને ગુજરાત પર આવી રહ્યા છે.જેથી ગરમ પવન ફુકાશે.

અને ગુજરાતમાં ધીમે ધીમે મહત્તમ તાપમાન વધતુ જશે.જો કે હવામાન વિભાગનુ કહેવુ છે કે ચાલુ વર્ષે ઉનાળામાં ગરમીનો પ્રકોપ વધશે.કારણ કે હજુ આ ઉનાળાની શરુઆત જ છે.ખાસ કરીને રાજસ્થાન પર સર્જાયેલા એન્ટી સાયક્લોનના કારણે દરિયા કિનારાના વિસ્તારોનુ મહત્તમ તાપમાન નોર્મલ કરતા વધી રહ્યુ છે.

આકરો પડશે ઉનાળો, ગરમ પવનના કારણે ચાલુ વર્ષે ગરમીનો પ્રકોપ વધશે

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર