રાજ્યના 404 ગામડામાં ટેન્કરથી પહોચે છે પાણી

Jun 01, 2017 12:03 PM IST | Updated on: Jun 01, 2017 12:03 PM IST

ઉનાળામાં પાણીની સમસ્યાથી માનવીની સાથે પશુઓની પણ કફોડી હાલત થતી હોય છે. ત્યારે ગુજરાતમાં પણ આંતરિયાળ વિસ્તારોમાં મોટી પાણીની સમસ્યા જોવા મળી રહી છે. રાજ્ય સરાકારની રાહત-અછત કમીટી દ્નારા દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યનાં 33 જિલ્લાઓનાં 6 હજાર 400 પચાસં ગામડાઓમાં તંત્ર દ્નારા ટેલીફોનીક અથવા તો રૂબરુ જઈને પાણીની સમસ્યાં ની તપાસ કરવામાં આવી હતી.

જેમાં 6 હજાર એકસો 84 ગામોમા લોકોને નિયમીત પાણી મળે છે. માત્ર 215 ગામડાઓમાં જ  નાની મોટી પાણીની તકલીફ છે અને 404  ગામોમા પાણીના ટેન્કર ચાલે છે. ગત વર્ષે આ સમયે પાણીનો જથ્થો 18 ટકા હતો.જે આ વર્ષે 32 ટકા છે.પાણી સંગ્રંહ કરવામાં રાજ્ય સરકાર સફળ રહી હોવાનો દાવો કર્યો છે.

રાજ્યના 404 ગામડામાં ટેન્કરથી પહોચે છે પાણી

 

સુચવેલા સમાચાર