સુમનદીપ લાંચકાંડઃ50થી વધુ કર્મીઓના નિવેદન લેવાયા

Mar 01, 2017 02:25 PM IST | Updated on: Mar 01, 2017 02:33 PM IST

વડોદરાઃ સુમનદીપ લાંચકાંડમાં કોલેજના 50થી વધુ કર્મીઓના નિવેદન લેવાયા છે.મનસુખ શાહ સહિત 3 આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા છે. કોલેજના મનસુખ શાહ રૂ.20 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. ACBની તપાસમાં મળી ચોંકાવનારી માહિતી મળી છે. મનસુખ શાહે નોટબંધી પહેલા બેંકમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા હતા.કોસમોસ બેંકમાં રૂ.9 કરોડ જમા કરાવ્યા હતા.

કોર્ટમાં ACBએ 14 દિવસના રિમાન્ડની માગ કરી છે.રિમાન્ડની મુખ્ય વાતોમાં મની લોન્ડરિંગની તપાસ કરાવવી જરૂરી,બેંક, લોકર્સ અને દસ્તાવેજોની ચકાસણી માટે રિમાન્ડ જરૂરી,MCIના મોટા માથા સુધી પહોંચવા રિમાન્ડ જરૂરી હોવાનું કહેવાયું છે.સંચાલક મનસુખ શાહના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.3 સાગરિતો પણ 3 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે.

સુમનદીપ લાંચકાંડઃ50થી વધુ કર્મીઓના નિવેદન લેવાયા

કોંગ્રેસે કરી સીબીઆઇ તપાસની માંગ

વાઘોડિયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ સહિત ચારને એસીબીની ટીમે રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડતા ખળભળાટ મચી જવા પામી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર ઘટનાની સીબીઆઇ તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર સમક્ષ માંગ કરી છે. કે આ ઘટનામાં ગાંધીનગર થી લઇ દિલ્હી સુધી તાર જોળાયા છે. તેથી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ સીબીઆઇ મારફતે કરવા માંગ કરી છે.

સમગ્ર મામલો શું છે જાણો

અમદાવાદના વાસણામાં રહેતા ડોક્ટર દંપતીની દીકરી સુમનદીપ વિદ્યાપીઠમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીને ફાઈનલ પરીક્ષામાં બેસવા દેવા રૂ.20 લાખની લાંચની માંગણી કરતા અને પોતાના સાગરીતો દ્વારા તે રકમ સ્વીકારવાના કેસમાં કોલેજના સંચાલક મનસુખ શાહ અને તેમના વતી લાંચ લેનારા વિનોદ સાવંત અને અશોક ટેલર વિરુદ્ધ અમદાવાદ એસીબીએ ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર