સુમનદીપ લાંચકાંડઃમનસુખ શાહના મળતિયાઓ પર કાળી શાહી ફેંકાઈ

Mar 01, 2017 03:30 PM IST | Updated on: Mar 01, 2017 05:26 PM IST

વડોદરાઃસુમનદીપ લાંચકાંડના સુત્રધાર મનસુખ શાહના મળતિયાઓ પર કાળી શાહી ફેંકાઈ હતી. યૂથ કોંગ્રેસે શાહી ફેંકી કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો છે.પોલીસે મનસુખ શાહને સાવચેતીપૂર્વક ખસેડ્યો છે.શાહી ફેંકનાર યૂથ કોંગ્રેસના 5 કાર્યકરોની અટકાયત કરાઇ હતી.પોલીસને વિરોધનો અંદાજો આવી જતા મનસુખ શાહને હજુ પણ કોર્ટમાંથી બહાર કઢાયો નથી.

કોંગ્રેસે કરી સીબીઆઇ તપાસની માંગ

વાઘોડિયા ખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ સહિત ચારને એસીબીની ટીમે રૂપિયા 20 લાખની લાંચ લેતા ઝડતા ખળભળાટ મચી જવા પામી છે. ત્યારે કોંગ્રેસ પક્ષે સમગ્ર ઘટનાની સીબીઆઇ તપાસની માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ સરકાર સમક્ષ માંગ કરી છે. કે આ ઘટનામાં ગાંધીનગર થી લઇ દિલ્હી સુધી તાર જોળાયા છે. તેથી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ સીબીઆઇ મારફતે કરવા માંગ કરી છે.

સમગ્ર મામલો શું છે જાણો

અમદાવાદના વાસણામાં રહેતા ડોક્ટર દંપતીની દીકરી સુમનદીપ વિદ્યાપીઠમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીને ફાઈનલ પરીક્ષામાં બેસવા દેવા રૂ.20 લાખની લાંચની માંગણી કરતા અને પોતાના સાગરીતો દ્વારા તે રકમ સ્વીકારવાના કેસમાં કોલેજના સંચાલક મનસુખ શાહ અને તેમના વતી લાંચ લેનારા વિનોદ સાવંત અને અશોક ટેલર વિરુદ્ધ અમદાવાદ એસીબીએ ગુનો દાખલ કરી ત્રણેયની ધરપકડ કરી છે.

 

 

સુચવેલા સમાચાર