સ્વામીના ટ્વિટ પર આનંદીબહેન બોલ્યા,''હું ગુજરાત નહીં છોડુ''

Apr 26, 2017 12:55 PM IST | Updated on: Apr 26, 2017 12:55 PM IST

અમદાવાદઃરાષ્ટ્રપતિપદ પર સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટને લઇ ગઇકાલથી ગુજરાતમાં ફરી પુર્વ સીએમ આનંદીબહેન પટેલ ચર્ચામાં આવ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ પર આનંદીબેને પ્રતિક્રિયા આપતા આજે કહ્યુ હતું કે 'ટ્વિટ કરનાર સુબ્રમણ્યમ સ્વામીને પૂછો. હું ગુજરાત બહાર નહીં જવાના મારા સ્ટેન્ડ પર કાયમ છું. નોધનીય છે કે, સ્વામીએ આનંદીબેનને રાષ્ટ્રપતિપદ માટે શ્રેષ્ઠ ગણાવ્યા હતા.

નોધનીય છે કે, ગઇકાલે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યન સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાષ્ટ્રપતિ પદ માટેના શ્રેષ્ઠ ઉમેદવારો પૈકીનાં એક છે. ચાલુ વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કેટલાક નામોને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં સુબ્રમણ્યન સ્વામીએ હવે આનંદીબેનનું નામને લઈને પણ ચર્ચા જગાવી છે.વિદેશ મંત્રી સુષમા સ્વરાજ, લોકસભાના અધ્યક્ષા સુમિત્રા મહાજન સહિતના નામો ચર્ચામાં છે.

સ્વામીના ટ્વિટ પર આનંદીબહેન બોલ્યા,''હું ગુજરાત નહીં છોડુ''

સુચવેલા સમાચાર