કોલકત્તા કોલેજમાં ઉઠી કાશ્મીર મણિપુર આઝાદીની ગૂંજ, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

Apr 03, 2017 09:15 AM IST | Updated on: Apr 03, 2017 09:15 AM IST

કોલકત્તા #જેએનયૂ અને જાદવપુર યૂનિવર્સિટી બાદ હવે કોલક્તા સ્થિત એકેડેમી ઓફ ફાઇન આર્ટસમાં આઝાદીના સુત્રોચ્ચાર થયા હતા. વિદ્યાર્થીઓએ રવિવારે એકેડેમીમાં આયોજિત એક સેમિનારના વિરોધમાં કાશ્મીર, મણિપુર અને નાગાલેન્ડ જેવા ભારતીય રાજ્યોની આઝાદીના નારા લાગ્યા હતા. આ સેમિનાર આરએસએસ તરફથી આયોજિત કરાયો હતો. આ વિરોધનો એક વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, વિદ્યાર્થીઓ એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સની બહાર આરએસએસ દ્વારા આયોજિત સેમિનાર વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આસએસએસ દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુ, બૌધ્ધ તથા ઇસાઇઓ પર વધી રહેલા હુમલા મામલે ચર્ચા કરવા માટે આ સેમિનારનું આયોજન કર્યું હતું.

કોલકત્તા કોલેજમાં ઉઠી કાશ્મીર મણિપુર આઝાદીની ગૂંજ, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર