મહિલાઓની સુરક્ષા માટે વધુ સખત કાયદો બનાવોઃધારાસભ્ય તેજશ્રીબેન

Mar 09, 2017 02:48 PM IST | Updated on: Mar 09, 2017 02:48 PM IST

ગાંધીનગરઃ 8 મી માર્ચે સમગ્ર વિશ્વમાં વિદ્યાનસભા ગૃહમાં મહિલા દિનની ઉજવણી સાથે મહિલાના માન સન્માનની વાતો કરવામાં આવી હતી. તો બીજી તરફ કોગ્રેસના મહિલા ધારાસભ્ય તેજશ્રીબેને ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમ્યાન શાસક પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે,રાજય સરકારે મહિલાઓની સુરક્ષા માટે 181 નંબરની હેલ્પલાઇન શરુ કરી છે.

તેમાં છેલ્લા બે વર્ષના ફોન પર નંબર કરવામાં આવે તો ગુજરાતમાંથી બે લાખ થી વધુ મહિલાઓએ આ હેલ્પ લાઇન પર ફોન કરીને તેમના પર થતા હત્યાચારોની ફરિયાદ કરી છે.

મહિલાઓની સુરક્ષા માટે વધુ સખત કાયદો બનાવોઃધારાસભ્ય તેજશ્રીબેન

જેથી રાજય સરકાર ધ્વારા મહિલાઓનુ સુરક્ષાઓની વાતો કરે છે. પરતુ વાસ્તવિકતામાં મહિલાઓની રાજયમાં સુરક્ષા થતી નથી. જેથી સરકારે મહિલા દિન નિમિતે મહિલાઓની સુરક્ષા માટે વધુ સખત કાયદો બનાવવો જોઇએ.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર