સ્કુલો વધુ ફી વસુલશે તો માન્યતા રદ સુધીના પગલા, 4 શહેરોમાં કમીટી કાર્યરત

Apr 26, 2017 09:56 AM IST | Updated on: Apr 26, 2017 09:56 AM IST

ગાંધીનગર:હવે જો સ્કુલોએ ફી વધારવી હશે તો પહેલા અરજી કરવી પડશે રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કુલો માટે નિયમો જાહેર કરાયા છે. આજથી અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં ફી નિર્ધારણ કમિટી કાર્યરત કરી દીધી છે. નોધનીય છે કે,વધુ ફી લેનાર સ્કુલો સામે વાલીઓએ ડીઇઓની રજૂઆત કરવાની રહેશે.ફી વધારવા માગતી સ્કૂલોએ 30 દિવસમાં અરજી કરવાની રહેશે. તેના 90 દિવસમાં ફી નક્કી કરાશે. સ્કૂલો અપાયેલી ત્રણ તકમાં હાજર નહીં રહે તો કમિટી જાતે ફી નક્કી કરી લેશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફિ નિયમન સમિતિની રચના અંગેના નિયમ જાહેર કર્યા હતા.

સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની ફી નક્કી કરવા માટે નક્કી કરાયેલા નિયમ અંતર્ગત શાળાએ પોતાની દરખાસ્ત ફોર્મ-2માં તૈયાર કરીને સત્વરે ફી નિયમન સમિતિ સમક્ષ રજૂ કરવાની રહેશે. સિનીયર-જુનિ. કેજી, પૂર્વ પ્રાથમિક, પ્રા.સ્કૂલોની નિયત ફી 15 હજાર, મા.સ્કૂલ 25 હજાર, ઉ.મા.સ્કૂલ 27 હજાર.નિયત ફી સિવાયની કોઇ વધારાની ફી એકપણ ફી સ્કૂલો લઇ શકશે નહીં.આ નિયમોનો ભંગ કનાર શાળાઓ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે પ્રમાણે પહેલી વાર ભંગ માટે રૂ. પાંચ લાખ, બીજીવાર ભંગ માટે રૂ. પાંચ લાખથી 10 લાખ સુધીનો દંડ વસૂલાશે.જ્યારે ત્રીજાવાર કોઈ શાળા આ નિયમનો ભંગ કરશે તો શાળાને આપેલી માન્યતા રદ કરવામાં આવશે.અધૂરી દરખાસ્ત કે હિસાબો કે અપૂરતા હિસાબો રજૂ કરનાર સ્કૂલો સામે કમિટી સુઓમોટો કરશે.

સ્કુલો વધુ ફી વસુલશે તો માન્યતા રદ સુધીના પગલા, 4 શહેરોમાં કમીટી કાર્યરત

સુચવેલા સમાચાર