હાઈકોર્ટે 425 મદદનીશ સરકારી વકીલોની નિમણૂંક પર આપ્યો વચગાળાનો સ્ટે

Apr 04, 2017 07:01 PM IST | Updated on: Apr 04, 2017 07:01 PM IST

અમદાવાદઃજીપીએસસી દ્વારા નિમણૂંક કરવામાં આવેલા 425 મદદનીશ સરકારી વકીલોની નિમણૂંક પર ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે.આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને જીપીએસસીને નોટિસ ફટકારી છે.આ કેસની વધુ સુનાવણી 10 જૂને હાથ ધરાશે.

હાઈકોર્ટની ટકોર છે કે પ્રાથમિક ધોરણે લાગે છે કે આ નિમણૂંકમાં ભેદભાવ રાખવામાં આવ્યો છે.સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે જીપીએસસી દ્વારા મદદનીશ સરકારી વકીલોની જગ્યા માટે પરીક્ષા બાદ કુલ 543 જગ્યાઓ માટે 543 ઉમેદવારોની યાદી બનાવી હતી.જો કે બાદમાં જીપીએસસીએ તેમાંથી 425 ઉમેદવારોને નિમણૂંક આપી હતી.

હાઈકોર્ટે 425 મદદનીશ સરકારી વકીલોની નિમણૂંક પર આપ્યો વચગાળાનો સ્ટે

જ્યારે બાકીના 118 ઉમેદવારો સાથે ભેદભાવની નીતિ અપનાવી છે.જે ઉમેદવારોને ઊંચુ મેરિટ હતુ. તેના બદલે નીચા મેરિટ વાળા ઉમેદવારોના નામની ભલામણ જીપીએસસીએ કાયદા વિભાગને કરી હતી.મહત્વનુ છે કે આ પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારોએ પણ હાઈકોર્ટમાં ગયા વર્ષે અરજી કરેલી છે.જે અરજી હાઈકોર્ટમાં પડતર છે.

હાઈકોર્ટે 425 મદદનીશ સરકારી વકીલોની નિમણૂંક પર આપ્યો વચગાળાનો સ્ટે

હાઈકોર્ટની ટકોર

પ્રાથમિક ધોરણે લાગે છે કે આ નિમણૂંકમાં ભેદભાવ રાખવામાં આવ્યો

હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી નોટિસ

હાઈકોર્ટે જીપીએસસીને ફટકારી નોટિસ

વધુ સુનાવણી 10 એપ્રિલે હાથ ધરાશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર