ઉનાળુ વેકેશન પુર્ણ,શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

Jun 05, 2017 04:21 PM IST | Updated on: Jun 05, 2017 04:21 PM IST

ગુજરાત રાજ્યની શાળાઓમાં ૩૫ દિવસ ના ઉનાળુ વેકેશન બાદ આજ થી નવા શૈક્ષણિક સત્ર નો પ્રારંભ થયો છે. ત્યારે નવા અભ્યાસ માટે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શાળાઓમાં બાળકોના કલરવ થી ખીલી ઉઠી છે.

scool1

ઉનાળુ વેકેશન પુર્ણ,શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

રાજ્યમાં ઉનાળાની ગરમીનું વેકેશન આજ થી પૂર્ણ થયું છે. રાજ્ય ની તમામ શાળાઓ માં આજ થી શૈક્ષણિક સત્ર ની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષ ને વેલકમ કરવા માટે મોટી સંખ્યામાં નાના નાના ભૂલકાઓ શાળાએ જતા નજરે પડ્યા હતા. શહેરની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને વેલકમ કરવા માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી

પર્યાવરણ દિવસ વિષે માહિત ગાર કર્યા

અમદાવાદ શહેરની સી.એન.વિદ્યાલયમાં આજે વિદ્યાર્થીઓનું સ્વાગત એક અનોખી રીતે કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓ ને શાળા પ્રવેશ ની સાથે સમૂહ પ્રાર્થનામાં લઇ જવામાં આવ્યા બાદ સાચા અર્થમાં શિક્ષણ અને સંસ્કાર ના સિંચન થાય તે હેતુ થી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ ના સ્વાગત ની સાથે આજે પર્યાવરણ દિવસ વિષે માહિત ગાર કર્યા અને પર્યાવરણ ની જાણવણી કરવી તેવા સંસ્કાર પણ આપ્યા હતા.

સુચવેલા સમાચાર