ટોપર્સએ કહ્યુ,મહેનતથી મળે છે ધાર્યુ પરિણામ, ટેન્સન ક્યારેય ન લો

May 29, 2017 01:06 PM IST | Updated on: May 29, 2017 01:06 PM IST

આજે ધોરણ-10નું પરીણામ જાહેર થયું છે. 11 લાખ 2 હજાર 625 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. GSEB  દ્વારા ધોરણ-10નું પરિણામ WWW.GSEB.ORG પર પરિણામ જાહેર કરાયું છે.99.92 પર્સન્ટાઈલ સાથે માલવ ગોહિલ અમદાવાદનો ટોપર્સ રહી છે. બીજા નંબરે શાશ્વત મહેતાના 99.85 પર્સન્ટાઈલ મેળવ્યા છે.99.60 પર્સન્ટાઈલ સાથે અદિતી ગાંધી ત્રીજા નંબરે આવી છે.ગુજરાતી માધ્યમનું 65.13 ટકા પરિણામ આવ્યું છે.વિદ્યાર્થીનીઓએ  બાજી મારી છે. ટોપર્સો રોજની 5થી 8 કલાકની મહેનત કરતા હતા.

vidyarthi2

ટોપર્સએ કહ્યુ,મહેનતથી મળે છે ધાર્યુ પરિણામ, ટેન્સન ક્યારેય ન લો

 

આ ઉપરાંત પણ 95 ટકા ઉપર માર્કસ લાવનારા વિદ્યાર્થીનીઓને ન્યુઝ18 ઈટીવીની સ્ટુડીયોમાં બોલાવાયા હતા અને તેમની પાસેથી સફળતા માટેની ચાવી જાણવા પ્રયાસ કરાયો હતો ત્યારે

vidyarthi3

ટોપર્સ વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, મહેનતથી મળે છે ધાર્યુ પરિણામ, ટેન્સન ક્યારેય ન લો. ટોપર્સોએ પરિશ્રમના મળેલા પરિણામથી ખુશી વ્યક્ત કરી હતી. કેટલાક ટોપર્સ દિવસમાં 8થી 10 કલાકનો અભ્યાસ કરતા હતા. અભ્યાસ માટે રાત્રે ઉજાગરા કરવા જરૂરી નથી. પુરતી ઉઘ લો. હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરો.

vidyarthi4

વિદ્યાર્થીઓએ સફળતા માટે કહ્યુ હતું કે મહેનત કરો તો ધાર્યુ પરિણામ મળી શકે છે. સ્કુલમાં ચાલે તેનું ઘરે રિવિઝન કરવું પડે છે. શનિવાર અને રવિવારે પણ તેનો ફરી અભ્યાસ કરો.

vidyarthi5

ધો.10માં સારુ પરિણામ લાવવા ટીવી જોવું છોડી દેવું કે લગ્ન પ્રસંગ પણ ન માળવા એવું કઇ હોતુ નથી પરંતુ માત્ર અભ્યાસ પ્રત્યે ઋચિ હોવી જરૂરી છે. હંમેશા ટેન્સન મુક્ત રહેવું જોઇએ.

સુચવેલા સમાચાર