મુસલમાનો માટે ભારત સૌથી સુરક્ષિતઃમોહમ્મદ કેફ

May 31, 2017 08:53 PM IST | Updated on: May 31, 2017 08:53 PM IST

ભારતીય ક્રિકેટર મોહમ્મદ કેફએ બુધવારે ટ્વિટર પર #askkaif પર પોતાના પ્રશંસકોના સવાલોના જવાબ આપ્યા હતા. કેટલાક સવાલો ફિલ્ડીગને લઇ પુછાયા હતા. ત્યારે કેટલાક સવાલ એવા પણ હતા જે દેશની હાલની રાજનીતી અને સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા હતા. મસલન રોહિત રામપાલે કેફને પુછ્યુ કે ભારતમાં બીફ પર પાબંદીને લઇ તમારુ શું મંતવ્ય છે. કેફએ જવાબમાં કહ્યુ કે નીજી રીતે મનને કોઇની મર્જીથી ખાવાનું ખાવા પર કોઇ એતરાજ નથી. પરંતુ માત્ર પોતાનો પક્ષ રાખવા માટે કોઇની ભાવનાને ઠેસ પહોચાડવું યોગ્ય નથી.

જ્યારે એક ટ્વીટર યુજરે પુછ્યુ કે ભારતમાં મુસલમાન કેવું મહેસુસ કરો છો. જવાબ આપતા કૈફએ કહ્યુ ભારત, મુસલમાનોને માટે સૌથી વધુ સુરક્ષિત જગ્યા છે. સોશિયલ મીડિયાને છોડી દઇએ તો અહી સ્વીકૃતિ અને સહિષ્ણુતા બંને છે.

મુસલમાનો માટે ભારત સૌથી સુરક્ષિતઃમોહમ્મદ કેફ

જો કે કેફને માત્ર ગંભીર સવાલો જ ન હોતા પુછાયા તેમને ઇલાહાબાદની યાદો અંગે પ્રશ્ન કરાયો તો જવાબ મળ્યો સંગમ પર દોસ્તો સાથે આકાશમાં તકના અને છત પર પતંગ ઉડાડવી.

આ સિવાય મુબાશિર નામનના શખ્સે હિમ્મત કરી કૈફને કેટરીના સાથે દોસ્તી અંગે પુછવામાં આવ્યુ જેમાં જવાબ મળ્યો હતો હાલ તો કંઇ જ નથી.

નોધનીય છે કે, મોહમ્મદ કેફ 2014માં કોંગ્રેસના સભ્ય બન્યા હતા અને યુપી ફુલપુરથી લોકસભા ચુંટણી લડ્યા હતા. પરંતુ તેઓ કેશવ પ્રસાદ મૌર્ય સામે મોટા અંતરથી હારી ગયા હતા અને તેમની જમાનત પણ જપ્ત થઇ હતી.

સુચવેલા સમાચાર