જીત પછી બોલ્યો સરફરાજ-અમારી પાસે ખોવા માટે કંઇ ન હતુ, હવે અમે ચેમ્પિયન છીએ

Jun 19, 2017 12:04 AM IST | Updated on: Jun 19, 2017 12:04 AM IST

આજે ભારતને હરાવી ચેમ્પિયન ટ્રોફીમાં જીત્યા પછી પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાજ અહેમદે પોતાની ટીમના બોલરોને જીતનો શ્રેય આપતા કહ્યુ કે ટીમ પાસે ખોવા જેવું કંઇ જ હતુ નથી જેથી દબાણમાં આવ્યા વગર રમ્યા હતા.

સરફરાજે કહ્યુ કે ભારતથી પહેલા મેચ હાર્યા પછી મે મારી ટીમને કહ્યુ હતુ કે ટુર્નામેન્ટ હજુ પુરી નથી થઇ આપણે હારને ભુલીને આજે મેચનો ખિતાબ જીતવો છે. તેણે કહ્યુ આ જીતનો પુરો શ્રેય બોલર આમિર, હસન અલી,શાદાબ અને હફીજને જાય છે. આ યુવા ટીમ છે અને બહુ કરી શકે છે. તેણે વધુમાં કહ્યુ એવી રીતે રમ્યા જાણે ખોવા માટે કંઇ હતુ જ નહી અને આજે અમે ચેમ્પિયન છીએ. મારી ટીમ અને દેશ માટે આ મોટી સફળતા છે. શદી ફટકારનાર ફખર જમાનના વખાણ કરતા કહ્યુ કે તે સારો ખેલાડી છે.

જીત પછી બોલ્યો સરફરાજ-અમારી પાસે ખોવા માટે કંઇ ન હતુ, હવે અમે ચેમ્પિયન છીએ

સુચવેલા સમાચાર