પુણે પર ભારે પડ્યા KKRના આ બાહુબલી, 7 વિકેટથી ધૂળ ચડાવી ગંભીરની ટીમ ટોપ પર

Apr 27, 2017 09:50 AM IST | Updated on: Apr 27, 2017 09:50 AM IST

પુણેઃઆઇપીએલ 10માં એક મુકાબલામાં કોલકતા નાઇટરાઇડર્સએ રાઇજિંગ પુણે સુપરરાઇજર્સને 7 વિકેટે હરાવ્યું છે. પુણે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ પર 182 રન બનાવી શકી હતી. પરંતુ કેકેઆરના બે બાહુબલી એટલે ગૌતમ ગંભીર(62) અને રોબિન ઉથપ્પા(87) રનની તોફાની ફિપ્ટી આગળ આ સ્કોર નાનો સાબિત થયો હતો.

કેકેઆરએ 18.1 ઓવરમાં 184 રન બનાવી જીત નોધાવી હતી. આ સાથે શાહરૂખ ખાનની ઓનશિપ વાળી આ ટીમ 8માંથી 6 મેચ જીતી ચુકી છે. અને 12 અંક સાથે પોઇટ ટેબલમાં અત્યારે ટોપ પર પહોચી ગઇ છે. મુંબઇ ઇંડિયંસના ખાતામાં આટલી જીત છે. પરંતુ પોઇન્ટના આધાર પર તે બીજા નંબર પર છે.

પુણે પર ભારે પડ્યા KKRના આ બાહુબલી, 7 વિકેટથી ધૂળ ચડાવી ગંભીરની ટીમ ટોપ પર

(BCCI)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર