વિરાટ થયો ફિટ,આઇપીએલમાં રંગ જમાવવા આ દિવસે ઉતરશે મેદાન પર

Apr 11, 2017 06:45 PM IST | Updated on: Apr 11, 2017 06:45 PM IST

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટ વિરાટ કોહલીએ સંકેત આપ્યા છે કે તે હવે ઇજાથી બહાર આવી ગયા છે અને મુંબઇ ઇડિયન્સ સામે 14 એપ્રિલના આઇપીએલ મુકાબલામાં તે મેદાન પર ઉતરી શકે છે.

virat kohli

વિરાટ થયો ફિટ,આઇપીએલમાં રંગ જમાવવા આ દિવસે ઉતરશે મેદાન પર

કોહલીએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. વીડિયોમાં તેમણે વેટ લિફ્ટિંગનું ક્લીન અને જર્ક ડ્રિલ પણ કર્યું. જે રીતે તે આરામથી ભાર ઉઠાવી રહ્યા હતા તેનાથી તો લાગે છે કે તેમને કંધા પરની ઇજા ઠીક થઇ ગઇ છે જેથી બહુ ઝડપથી તેઓ આઇપીએલ મેચમાં મેદાન પર જોવા મળી શકે છે.

વિરાટે પોસ્ટમાં લખ્યુ, મેદાન પર પાછા આવવા રાહ નહી જોઇ શકું, હવે લગભગ આવવા તૈયાર છું. 14 એપ્રિલની રાહ જોવું છે. પરંતુ કોહલીની વાપસીની આધિકારીક પુષ્ટી હજુ સુધી નથી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચમાં ફિલ્ડીગ દરમિયાન કોહલીને ખભાના ભાગે ઇજા થઇ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર