ગંભીરે બોલરોને આપી જીતની ક્રેડિટ,કહ્યુ- પાછળની હારનો બદલો લીધો

May 18, 2017 01:41 PM IST | Updated on: May 18, 2017 01:41 PM IST

કોલકતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ગૌતમ ગંભીરે કહ્યુ કે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ના 10મી સીજનમાં સનરાઇજર્સ હૈદરાબાદ સામે મળેલી જીતનું શ્રેય બોલરોને જાય છે. એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે રાતે રમાયેલ મેચમાં કોલકતાએ હૈદરાબાદને સાત વિકેટથી હરાવ્યું છે. જો કે આ મેચ દરમિયાન વરસાદ વિલન બન્યો હતો.

પહેલા બેટિંગ કરતા હૈદરાબાદએ કલકતા સામે 129રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્રણ કલાક સુધી વરસેલા વરસાદ પછી કોલકતાને ડકવર્ધ લુઇસ નિયમ મુજબ છ ઓવરમાં 48 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. છ ઓવરમાં બે ઓવર પાવર પ્લે હતી. આ લક્ષ્યાંકને કોલકતાએ 5.2 ઓવરમાં ત્રણ વિકેટના નુકશાન પર હાસિલ કરી બીજી ક્વાલીફાયરમાં પ્રવેશ કર્યો છે.

ગંભીરે બોલરોને આપી જીતની ક્રેડિટ,કહ્યુ- પાછળની હારનો બદલો લીધો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર