ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત,ગંભીર બહાર

May 08, 2017 12:48 PM IST | Updated on: May 08, 2017 03:08 PM IST

ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ચુકી છે. બીસીસીઆઇએ ખાસ બેઠકમાં ભારતની 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે.

આ ખેલાડીઓને મળ્યુ સ્થાન

15 ખેલાડીઓમાં યુવરાજસિંહ, કેદાર જાધવ અને મનીષ પાંડેને સ્થાન મળ્યુ છે. આ ત્રણેય આઇપીએલ સીજન 10માં સારુ પ્રદર્શન કરી રહ્યા છે.

ડિફેડિંગ ચેમ્પિયન્સ છે ટીમ ઇન્ડિયા

ગત વખતે ભારતીય ટીમએ આ ટુર્નામેન્ટ જીતી હતી. આ વખતે પણ તાજ બચાવવા ઉતરશે. નોધનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી બે-બે વાર જીતી ચુક્યા છે. જો આ વખતે ટ્રોફી પોતાના નામે કરી લે તો દુનિયાની સૌથી સફળ ટીમ બની જશે.

આ ખેલાડીઓને મળ્યુ ટીમમાં સ્થાન

ટીમમાં ઓપનર રોહિત શર્મા,શિખર ધવન, અજિક્ય રહાણે, કેપ્ટન વિરાટ કોહલી, વિકેટ કીપર એમએસ ધોની, યુવરાજસિંહ, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, આર.અશ્વિન, રવીંન્દ્ર જાડેજા અને મનીષ પાંડે.

ભારતની પહેલી ટક્કર પાકિસ્તા સાથે

4 જૂનના ભારતની પહેલી મેચ પાકિસ્તાન સાથે છે. સીમા પર તનાવ અને કુટનીતીને લઇ ભારત આમા સામેલ નહી થાય તેવી આશંકા પણ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર