...તો વર્લ્ડ કપ 2003માં ઓસ્ટ્રેલિયા નહી ભારત બન્યુ હોય ચેમ્પિયનઃસચિન

May 24, 2017 12:39 PM IST | Updated on: May 24, 2017 12:39 PM IST

મુંબઇઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરનું માનવું છે કે ટી20 ક્રિકેટમાં આવવાથી વન ડેમાં મોટા સ્કોરનો પીછો કરવાનો બેસ્ટમેનોની રવૈયામાં બદલાવ આવ્યો છે. જો 2003માં વિશ્વકપ દરમિયાન આવું થયું હોત તો ભારતને મદદ મળી હોત. ભારતને 2003માં વિશ્વકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 125 રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ પર 359 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 234 રન પર આઉટ થઇ ગઇ હતી.

તેડુંલકરે કહ્યુ, મને લાગે છે કે જો આપણે એ મેચ આજે રમતા હોય તો ખેલાડીઓ અલગ રીતે રમત. આપણે આ મેચ ઉત્સાહથી ભરેલ હતા. અને પહેલી ઓવરમાં જ ઘણા ઉત્સાહિત હતા. જો તે જ ખેલાડીઓને આજે ચાન્સ મળ્યો હોત તો રમત પ્રત્યે તેમનો અલગ અંદાજ હોત. એ દિવસમાં 359 રન બનાવવા મુશ્કેલ લાગતા હતા. આજના સમયમાં આ આસાન લાગે છે.

...તો વર્લ્ડ કપ 2003માં ઓસ્ટ્રેલિયા નહી ભારત બન્યુ હોય ચેમ્પિયનઃસચિન

પોતાની બાયોપિક સચિનઃએ બિલિયન ડ્રીમ્સના પ્રમોશનમાં વ્યસ્ત સચિને બીસીસીઆઇના પુર્વ અધ્યક્ષ અને ચયન સમિતિના અધ્યક્ષ રામસિંહ ડુંગરપુરના પણ વખાણ કર્યા હતા.

સુચવેલા સમાચાર