હાર્દિકના સ્વાગતમાં લાલજી પટેલ કે SPGનો કોઇ હોદ્દેદાર નહિ જોડાય

Jan 16, 2017 03:25 PM IST | Updated on: Jan 16, 2017 03:35 PM IST

મહેસાણાઃઆવતી કાલે પાટીદાર અનામત આદોલનના કન્વીનર હાર્દિક પટેલ ગુજરાતમાં આવવાનો છે ત્યારે તેના સ્વાગતને લઇ પાસ દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ રહી છે પરંતુ હાર્દિકના સ્વાગતમાં એસપીજી નહી જાય. તેમજ સ્વાગતના ખર્ચને લઇને પણ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે પાસની જાટકણી કાઢી હતી. હાર્દિકના કાર્યક્રમના ખર્ચ પર લાલજી પટેલે કટાક્ષ કરતા સ્વાગત પાછળ કરોડોનો ખર્ચ વ્યર્થ ગણાવ્યો હતો. તેમ જ SPGના તમામ હોદ્દેદારો કાગવડ ખોડલધામ સેવા માટે જશે તેમ કહ્યું હતું.

મહેસાણામાં પ્રદેશ18ઈટીવી સાથે વાત કરતા એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યુ હતું કે, પાટીદાર અનામત આંદોલનમાં રાજ્ય બહાર રહી આવતી કાલે પરત આવી રહેલ હાર્દિક પટેલના આગમન અને સભા, રેલી સહિતના કાર્યક્રમમાં તેઓની ગેરહાજરી રહેશે.આવતીકાલે હાર્દિક પટેલ અને કેશુભાઇની મુલાકાત અંગે લાલજી પટેલને સવાલ પુછાતા કહ્યુ હતું કે, કેશુબાપા  SPGના પ્રણેતા છે.

આખરે ક્યાંકને ક્યાંક લાલજી કાગવાડ ખોડલધામ સેવાના બહાના હેઠળ સમગ્ર મામલે હાર્દિકના કાર્યક્રમના ખર્ચ સાથે SPGના કાર્યક્રમોમાં કોઈ કોટા ખર્ચ ન કરી સમાજ માટે સાચી સેવા પોતે કરતા હોવાનું બતાવી રહ્યા છે ત્યારે એટલું ચોક્કસ થી કહી શકાય કે  લાલજી પટેલ SPGના હોદ્દેદારો સાથે કાગવાડ ખોડલધામ જશે અને સેવા આપશે પણ હાર્દિકના કાર્યક્રમમાં તેને આવકારવા નહિ પહોચે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર