આજે SPG કોર કમિટીની મળશે બેઠકઃસરકાર સાથે સમાધાનમાં જનારા સભ્યોનું નામ થશે નક્કી

Jan 01, 2017 12:59 PM IST | Updated on: Jan 01, 2017 12:59 PM IST

મહેસાણાઃઆજે SPG કોર કમિટીની મહેસાણામાં અધ્યક્ષ લાલજી પટેલની ઉપસ્થીતીમાં બેઠક યોજાશે.ગુજરાતભરના SPG કન્વીનરો બેઠકમાં ઉપસ્થિત રહેશે.સરકારે સમાધાન માટે આમંત્રણ આપ્યા બાદ બેઠકનું આજે આયોજન કરાયું છે.ગઈકાલે નીતિન પટેલે સમાધાન માટે આમંત્રણ આપ્યું હતું. બેઠકમાં સરકાર સાથે સમાધાનમાં જનારા સભ્યોનું નામ નક્કી થશે.

છેલ્લા એક વર્ષથી રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને લઇને આંદોલનનો ચાલી રહ્યું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર સમાધાનના પ્રયાસોમાં છે. અને બેકફુટ પર છે. થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે પાસના સભ્યોને સામેથી આમંત્રણ આપીને ચર્ચા બેઠક યોજી હતી. હવે વારો એસપીજીનો છે. ગઇકાલે રાજ્ય સરકાર વતી ડેપ્યુટી સીએમ નિતીન પટેલે એસપીજી પ્રમુખને અનામત મુદ્દે ચર્ચા માટે જાહેર નિમંત્રણ પાઠવ્યુ છે. એસપીજીના ચર્ચામાં ભાગ લેવા જે સભ્યોનુ લિસ્ટ તૈયાર કરીને મોકલશે.તેની સાથે રાજ્ય સરકારની ત્રણ મંત્રીઓની કમિટી ચર્ચા કરશે.

આજે SPG કોર કમિટીની મળશે બેઠકઃસરકાર સાથે સમાધાનમાં જનારા સભ્યોનું નામ થશે નક્કી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર