ચૈત્ર નવરાત્રિ: જાણો, પોતાની રાશિ અનુસાર મા જગદંબાના કયા રૂપની પૂજા કરવી

Mar 28, 2017 11:42 AM IST | Updated on: Mar 28, 2017 11:42 AM IST

અમદાવાદ #ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. આ દિવસોમાં બુધ્ધિ, જ્ઞાન, વિવેક અને ઐશ્વર્ય આપનાર મા જગદંબાના વિવિધ રૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. આમ તો દેવી દુર્ગાના દરેક રૂપની પૂજા ભક્તોને લાભકારી છે. પરંતુ જો તમારી રાશિ અનુસાર તમે એ રૂપની પૂજા આરાધના કરો તો વિશેષ લાભકારી રહે છે.

અહીં અમે આપને જણાવી રહ્યા છીએ કે નવરાત્રિમાં મા જગદંબાના વિવિધ રૂપો પૈકી કયા રૂપની પૂજા આરાધના કરવાથી તમને લાભ થઇ શકે છે.

ચૈત્ર નવરાત્રિ: જાણો, પોતાની રાશિ અનુસાર મા જગદંબાના કયા રૂપની પૂજા કરવી

મેષ: મેષ રાશિના લોકો સ્કંદ માતાની પૂજા કરે તો જલ્દીથી એમના સપના પુરા થાય છે અને ફળ સારૂ મળે છે.

વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે મા દુર્ગાના મહાગૌરી રૂપની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. મહાગૌરીની પૂજા કરવાથી એમને સારૂ ફળ મળે છે.

મિથુન: મિથુન રાશિના જાતકોએ બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવી જોઇએ. માં બ્રહ્મચારિણી જ્ઞાન આપનારી, વિદ્યાના અવરોધો દુર કરે છે.

કર્ક: કર્ક રાશિના જાતકોએ શૈલપુત્રી માતાની આરાધના કરવી જોઇએ. આમ કરવાથી એમની ઇચ્છાઓ ઝડપથી પૂર્ણ થાય છે અને જીવન સુખમય રહે છે.

સિંહ: સિંહ રાશિના જાતકોએ માં કૂષ્માંડાની સાધના કરવી વિશેષ ફળદાયી છે. દુર્ગા માતાના મંત્રોની પૂજા કરી શકાય છે. આમ કરવાથી આ જાતકોને સારૂ ફળ મળી શકે છે.

કન્યા: કન્યા રાશિના જાતકોએ બ્રહ્મચારિણી માતાનું પુજન કરવું જોઇએ. આ જાતકોને બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરવાથી મનવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

તુલા: આ રાશિના જાતકોએ મહાગૌરી માતાના રૂપની પૂજા અર્ચના કરવી જોઇએ. મહાગૌરી માતાની પૂજા કરવાથી એમને સારૂ ફળ મળે છે.

વૃશ્વિક: વૃશ્વિક રાશિના જાતકોએ સ્કંદમાતાની ઉપાસના કરવી વધુ ફળદાયી છે. સ્કંદમાતાની પૂજા કરવાથી એમને મનવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

ધન: ધન રાશિના જાતકોએ ચંદ્રઘંટા માતાના રૂપની આરાધના કરવી જોઇએ. આમ કરવાથી એમને સારૂ ફળ પ્રાપ્ત થાય છે અને જીવના અવરોધો દુર થાય છે.

મકર: મકર રાશિના જાતકોએ કાલરાત્રિની પૂજા કરવી જોઇએ, મા દુર્ગાના વિવિધ રૂપો પૈકી આ આ રાશિના જાતકો માટે કાલરાત્રિ રૂપ વધુ ફળદાયી છે.

કુંભ: કુંભ રાશિના જાતકોએ પણ કાલરાત્રિ રૂપની પૂજા આરાધના કરવી જોઇએ. મકર રાશિના જાતકોની જેમ કુંભના જાતકોને પણ આ રૂપ વધુ ફળદાયી છે.

મીન: મીન રાશિના જાતકો માટે ચંદ્રઘંટા રૂપની પૂજા અર્ચના કરવી સારી છે. ચંદ્રઘંટા માતાની આરાધનાથી આ રાશિના જાતકોને સવિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર