પીએમનું સ્પેશિયલ મેનું,ચકાસણી માટે 58 ફુડ સેફ્ટી અધિકારીઓ

Mar 07, 2017 07:57 PM IST | Updated on: Mar 07, 2017 07:57 PM IST

અમદાવાદ,ગાંધીનગરઃપીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ અત્યારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા. અહીથી સીએમ રૂપાણી આયોજિત રાત્રિ ભોજનમાં ભાગ લેશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ પીએમ કરશે. અને વહેલી સવારે તેઓ સોમનાથ જવા રવાના થશે. અને કાલે આખો દિવસ તેમનો કાર્યક્રમ વ્યસ્ત છે.

pm menu

પીએમનું સ્પેશિયલ મેનું,ચકાસણી માટે 58 ફુડ સેફ્ટી અધિકારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે લેશે સ્ટ્રોબેરી ચોકલેટ કેક અને કેસરીયા જલેબીનો સ્વાદ માણશે.પીએમ મોદીના ગુજરાત આગમનના માનમાં એક વિશેષ ભોજન સમારોહ સીએમ બંગલે યોજાયો છે. જેમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 26 સાંસદ સભ્યો અને 122 જેટલા ભાજપના ધારાસભ્યો ભાગ લેનાર છે. નરેન્દ્ર મોદીના રાત્રિ ભોજનની ચકાસણી માટે ફુડ સેફ્ટીના 58 અધિકારીઓ ખડે પગેછે. અને પીએમની પસંદ - ના પસંદને ધ્યાનમાં રાખીને નક્કી કરાયુ છે.ગુજરાતી વાનગીઓ સહિત પંજાબી વાનગીઓનો પણ પીએમ મોદી સ્વાદ માણશે.

પીએમ મોદીનુ આજનુ રાત્રિ ભોજન મેનુ રહેશે કંઇક ખાસ

કોકોનટ લીચી મોકટેઇલ ,આદુ ફુદીના લીબુ શરબત,પનીર ટીક્કા આચારી,લીલવા ઘૂઘરા,પેટીસ, ઢોકળા,છોલે,પનીર પસંદ,દાલ તડકા જીરા રાઇસ, બુંદી રાઇતા.

ગુજરાતી વાનગીઓ-

બટાકાનુ રસાવાળુ શાક,દાણાં- પાંદળા મુઠિયા વાળુ શાક ,ગુજરાતી કઢી

ખીચડી,ફુલકા રોટલી

ડેઝર્ટમાં -

સ્ટ્રોબેરી ચોકલેટ કેક

કેસરીયા જલેબી

સુચવેલા સમાચાર