સુરતઃપાટીદાર આદોલનના ઉકેલ માટે નિતિન પટેલના શું છે પ્રયાસો જાણો

Jan 19, 2017 06:02 PM IST | Updated on: Jan 19, 2017 06:02 PM IST

સુરતઃસુરતના સરસાણા કન્વેનશન સેન્ટર ખાતે સ્પાર્કલ એક્ઝિબિશન 2017 યોજાયો હતો. આ એક્ઝિબિશનના ઉદઘાટન માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તથા કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર પણ હાજર રહયા હતા. 2017 ના આ એક્ઝિબિશન પ્રસંગે નીતિન પટેલે રીબીન કાપી એક્ઝિબિશન ખુલ્લો મુક્યો હતો.નીતિન પટેલે સ્પાર્કલ એક્ઝિબિશનને એક સક્સેસ ફૂલ અને ગર્વની વાત હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ટૂંક સમય પહેલા જ થયેલા વાઇબ્રન્ટ ગુજરાતના એમઓયુ બાબતે પણ જણાવ્યું હતું.

નીતિન પટેલે પાટીદાર અનામત આંદોલન બાબતે જણાવ્યું હતું કે અગાઉ પણ એસપીજી અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠકો  યોજી વાટાઘાટો થઇ છે. અને હજુ પણ અનામત આંદોલનનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. જયારે હાર્દિકે વિઠ્ઠલ રાદડિયા પર કરેલા આક્ષેપો સામે જવાબ આપવાનું ટાળ્યું હતું અને તેમનો પર્સનલ મામલો હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું.

સુરતઃપાટીદાર આદોલનના ઉકેલ માટે નિતિન પટેલના શું છે પ્રયાસો જાણો

તો બીજી તરફ લઠ્ઠાકાંડ મામલે પણ ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.  નીતિન પટેલની વાયરલ થયેલી કલીપ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ અમારી સાથે વાત કરી શકે છે પછી કેવી રીતે વાત કરવી તે તેના સંસ્કાર બતાવે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર