અખબારનો દાવો,કોંગ્રેસનો એજન્ડા લાગુ નહી કરાવાને લઇ મનમોહનથી નારાજ હતા સોનિયા

Jan 15, 2017 11:52 AM IST | Updated on: Jan 15, 2017 11:52 AM IST

નવી દિલ્હીઃ યૂપીએ સરકાર દરમિયાન પ્રધાનમંત્રી રહેલ મનમોહનસિંહ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિશ્વાસ કરતા ન હતા. તેઓ મનમોહનથી કોંગ્રેસના એજન્ડા લાગુ નહી કરવાને લઇ નારાજ હતા. સોનિયા મનમોહનથી વોટ બેંકની નિતિયો લાગુ કરાવવા માગતા હતા. આવા ઘણાય ચોકાવનારા દાવા એક અંગ્રેજી અખબારે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ(એનએસી)ની ફાઇલોના હવાલાથી કર્યા છે.

અખબાર ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેક્સના દાવા મુજબ ત્યારે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ અધ્યક્ષ રહી સોનિયા ગાંધીથી પુછીને મનમોહન સિંહ બધા કામ કરતા હતા. મનમોહને આર્થિક સુધારાઓ પર સોનિયાને વિશ્વાસ ન હતો અને એનએસી મનમોહનની નીતિયોની સમીક્ષા કરતું હતું. દરેક ફાઇલ પર સોનિયાની નજર રહેતી હતી અને આગળની નીતીયો નક્કી કરાતી હતી.

અખબારનો દાવો,કોંગ્રેસનો એજન્ડા લાગુ નહી કરાવાને લઇ મનમોહનથી નારાજ હતા સોનિયા

ફક્ત નામના પીએમ હતા મનમોહન

અંગ્રેજી અખબારનો દાવો છે કે યૂપીએ શાસનમાં એનએસસી નીતિયા બનાવતી હતી અને લાગુ કરતી હતી. મનમોહનની કેટલીય નિતિયો લાગુ કરવાને લીધે એનએસી નાખુશ હતી. નોધનીય છે કે, એનએસી વોટ બેંક વાળી નીતિયો લાગુ કરાવવા માગતી હતી. એનએસી યૂપીએ સરકારમાં પીએમઓથી વધુ તાકતવાળી હતી. સોનિયા સૂચનાના અધિકારમાં બધી સૂચના આપવાના પક્ષમાં ન હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર