PMના 8 માર્ચના આગમનને લઈ સોમનાથ પોલીસ છાવણીમાં ફેરવાયું

Mar 07, 2017 01:53 PM IST | Updated on: Mar 07, 2017 01:53 PM IST

PMના 8 માર્ચના આગમનને લઈ સોમનાથ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસ અને વહીવટી તંત્રએ રિહર્સલ કર્યું છે.આવતીકાલે સવારે અને સાંજે પણ રિહર્સલ કરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ યાત્રાને લઈને સુરક્ષા સહિતની તમામ તૈયારીઓને આખરી  ઓપ આપવામાં આવી રહ્યો છે.

PMના 8 માર્ચના આગમનને લઈ સોમનાથ પોલીસ છાવણીમાં ફેરવાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 8મી તારીખે સોમનાથ દાદાના દર્શનાર્થે આવી રહ્યા છે તેમની સાથે પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ પણ સોમનાથ દર્શનાર્થે આવી રહ્યા હોય જેમને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની સુરક્ષા તેમજ  હેલિપેડથી સોમનાથ મંદિર સુધીના માર્ગ પાર વિશેસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.

સોમનાથ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત

એક IG, 3 એસપી, ASP, 14 PI, 9 DySP તૈનાત

25 PSI, 800 જેટલા પોલીસ જવાનો SRPની 1 કંપની તૈનાત

10 ઘોડેસવાર પોલીસ, BDSનો બંદોબસ્ત ગોઠવાયો

મરીન-કોસ્ટ ગાર્ડ, પોલીસ દ્વારા દરિયાઈ પટ્ટીનું સઘન પેટ્રોલિંગ

સુચવેલા સમાચાર