ગુજરાત જીતવા ભાજપ સોશિયલ મીડિયાનો ભરપુર કરશે ઉપયોગ,ટીપ્પણીને એજ ભાષામાં આપશે જવાબ

Apr 23, 2017 10:06 AM IST | Updated on: Apr 23, 2017 12:13 PM IST

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં સમાપન પ્રસંગે માર્ગદર્શન આપવા સોમનાથ પહોચ્યા છે. નવા વરાયેલા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ તેમની સાથે આવ્યા છે.શાહે ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

ગુજરાત જીતવા ભાજપ સોશિયલ મીડિયાનો ભરપુર કરશે ઉપયોગ,ટીપ્પણીને એજ ભાષામાં આપશે જવાબ

ચૂંટણી વર્ષમાં ગુજરાત ભાજપના સોશિયલ મીડિયાને વધુ મજબૂત કરવાની સાથે આક્રમક બનવાની શીખ આપવામાં આવી છે. ખાસ કરીને વિપક્ષ દ્વારા સોશ્યલ મિડીયામાં કરાતી ટિપ્પણીનો ત્વરીત પ્રત્યુતર એ જ ભાષામાં અને એ જ માધ્યમમાં આપવા વધુ સક્રીયતા દાખવવાની દિશામાં કામગીરી કરવા દિશા નિર્દેશ કરવામાં આવ્યો હતો.

સુત્રોનું કહેવું છે કે,પ્રદેશ કારોબાની બેઠક પૂર્વે સોમનાથમાં યોજાયેલ પ્રદેશ પદાધિકારીઓની બેઠકમાં જિલ્લાવાર મેળવાયેલા અહેવાલની પણ સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકોના દોર બાદ ગુજરાત ભાજપ માટે નવા સંગઠનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. જેમાં હવે ઝોનદિઠ સંમેલનો બોલાવીને ગુજરાત સહીત દેશભરના વિપક્ષને ભાજપના કાર્યકરોની તાકાત દર્શાવવામાં આવશે. ઝોનદીઠ યોજાનાર સંમેલનથી ચૂંટણી લક્ષી વાતાવરણ જળવાઈ રહેશે અને સાથોસાથ સંગઠનની શક્તિનો પણ અંદાજ આવી જશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર