યુપીથી પણ મોટી જીત જોઇએ,કોંગ્રેસને તમામ બુથમાંથી ઉખાડી નાખોઃઅમિત શાહે આપ્યો જીતનો મંત્ર

Apr 22, 2017 04:47 PM IST | Updated on: Apr 22, 2017 04:49 PM IST

બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથમાં ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીમાં સમાપન પ્રસંગે સંબોધન કરતા કહ્યું હતું કે,કોંગ્રેસને તમામ બુથમાંથી ઉખાડી ફેંકવાની છે.આજથી મતગણતરી સુધી તમામ ક્ષણ પ્રમાદ, ઉલ્લાસ કે આળસમાં ન જવી જોઈએ. નોધનીય છે કે,અમિત શાહની સાથે ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ સોમનાથ પહોચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમનાથ આવ્યા બાદ સીધા જ ગુજરાત ભાજપના પ્રદેશ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.બાદમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું.

દરિયો, પહાડ, જંગલ હોય તમામની અલગ યોજના ગુજરાતમાં જ શક્ય

યુપીથી પણ મોટી જીત જોઇએ,કોંગ્રેસને તમામ બુથમાંથી ઉખાડી નાખોઃઅમિત શાહે આપ્યો જીતનો મંત્ર

150+ સાથે કોંગ્રેસને ઉખાડી ફેંકવાનું અમિત શાહે આહ્વાહન કર્યું છે.ચૂંટણીના પાઠો શિખવાડવાના ન હોય,મનમાંથી આળસ ખંખેરીને આગળ વધો તો કોઈની જરૂર નથી.એક એક પ્રદેશની ચૂંટણીનું સંચાલન કરી શકે તેવા કાર્યકર્તાઓ ભાજપમાં છે.કેશુભાઈથી રૂપાણી સરકારની કામગીરી મે જોઈ છે.આવી કામગીરી દેશમાં ક્યાંય નથી.દરિયો, પહાડ, જંગલ હોય તમામની અલગ યોજના ગુજરાતમાં જ શક્ય છે.

અમિત શાહનું સંબોધન

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું ભાજપની કારોબારી બેઠકમાં સંબોધન

આંતરિક જુથબંધીમાંથી બહાર આવવાનું અમિત શાહે કર્યું સુચન

પાર્ટીની જે યોજનાઓ બની છે તેને આગળ વધારીએ તો કોઈ સભાની જરૂર નથી

ભાજપે એવું કાંઈ નથી કર્યું કે કાર્યકર્તાઓએ માથુ નીચું કરવુ પડે

આજે કેટલાક નેતાઓ સાથે અલગ અલગ બેઠકમાં ચર્ચા થઈ છે

2014માં ભાજપની પૂર્ણ બહુમતીની સરકાર બની

ભાજપ સરકાર બન્યા બાદ દેશમાં એક અલગ રાજનીતિની શરૂઆત થઈ

પીએમ મોદી સરકારની યાત્રા દેશની વિજયયાત્રા બની

યુપીમાં 3/4 બહુમતીથી વિજય મેળવ્યો

ગુજરાતના કાર્યકર્તાઓને જવાબદારી યાદ કરાવવા માગુ છું

એવુ ન માનતા કે તમારી જવાબદારી નહોતીઃ અમિત શાહ

કોંગ્રેસ નાકામ છે તે તો સિદ્ઘ થઈ ગયું: અમિત શાહ

દેશની આશા નરેન્દ્ર મોદી છે જેનું પરિણામ છે પ્રચંડ બહુમત

ગુજરાતના સંગઠનનો કાર્યકર્તા છું: અમિત શાહ

દેશભરમાં સંગઠનના વિકાસનું મુળ ગુજરાત બન્યું છે

ગુજરાતમાં સરકાર બનાવવાની હોય તો માત્ર સરકાર બનાવવું જ લક્ષ્ય ન હોય

મુળ સમેત કોંગ્રેસને ઉડાડી ફેંકવાની છે જેની જવાબદારી ભાજપની છે

હું તમને તમારી જવાબદારી યાદ કરાવવા માગુ છું

સરકાર બનાવવાની કલ્પના સાથે ન લડતા

યુપીથી પણ ભવ્ય વિજય સાથે જીતવાનું છે

1990થી 2017 સુધી ભાજપ ગુજરાતમાં અજેય રહ્યું છે

અમિત શાહનો કોંગ્રેસ પર આડકતરો પ્રહાર

2014માં દેશમાં અજીબ સમસ્યા હતીઃ અમિત શાહ

દેશનો યુવા હતાશ હતોઃ અમિત શાહ

'દેશની મહિલાઓ પોતાને અસુરક્ષિત માનતી હતી'

સિમાડાઓ સુરક્ષિત ન હતાઃ અમિત શાહ

'આલીયા માલીયા જમાલીયા દેશને ટપલી મારતા અચકાતા ન હતા'

અર્થતંત્ર નિષ્ફળ હતું: અમિત શાહ

પોલીસી ઉપર પેરાલીસીસ થયો હતોઃ અમિત શાહ

'તમામ પ્રધાનો પોતાને પીએમ માનતા હતા'

પીએમને કોઈ પીએમ માનતું ન હતું: અમિત શાહ

ભાજપની કારોબારીમાં અમિત શાહનું સંબોધન

'સોમનાથ એટલે વિનાશ ઉપર સર્જનનું પ્રતિક'

'મંદિરના રક્ષણ માટે 30 લાખથી વધુ લોકોએ બલિદાન આપ્યું'

'બલિદાનની ભૂમિ પર આજે ભાજપની બેઠક મળી છે'

'પાર્ટીએ વિજય કરતા અનેક પરાજય જોયા છે'

'10 લોકોથી શરૂ થયેલી પાર્ટી કેડર બેઝ સૌથી મોટી પાર્ટી બની'

'એક સમયે કોંગ્રેસ ભાજપ માટે વ્યંગ કરતું હતું'

'ભાજપ આજે અમે બે અમારા બે જેવી પરિસ્થિતિમાં છે'

'આજે 72 ટકા વિસ્તારમાં ભાજપનું શાસન છે'

'શહેરી લોકોની ગણાતી પાર્ટી આજે તમામ વર્ગોમાં સફળ થઈ છે'

'આપણું કામ સિંહાસન સર કરવાનું છે'

'પીએમ, સીએમ બનાવાનું નહીં પણ ભારત માતાનું વૈભવ વધારવાનું છે'

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર