માંડવીના જહાજનું સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કરી માગી ખંડણી

Apr 03, 2017 03:41 PM IST | Updated on: Apr 03, 2017 03:41 PM IST

ભૂજઃ સોમાલિયાના સમુદ્રી ડાકુઓએ ભારતીય કાર્ગો જહાજનું અપહરણ કર્યુ છે. મળતી જાણકારી અનુસાર સોમાલિયાના પુર્વ એટી પાયરેસી ઓફિસરે જણાવ્યું કે, જહાજને સોમાલિયાના સમુદ્ર તટથી અપહરણ કરાયું છે.

સોમાલિયાના પુંટલેડ ક્ષેત્રના એટી પાયરેસી એજન્સીના પૂર્વ ડાયરેક્ટર અબ્દિરીજાક મોહમદ દિરીરે જણાવ્યું કે અમને લાગે છે સોમાલીયાઇ ડાકુઓએ ભારતીય કોમર્સિયલ શિપનું અપહરણ કર્યુ છે. જે સોમાલિયાના દરિયાઇ સિમા તરફ આગળ વધી રહ્યું હતું.

માંડવીના જહાજનું સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કરી માગી ખંડણી

 

માંડવીના ફિરોઝ હાસમ થૈમની માલિકીના કાર્ગો જહાજ અલ કૌશર(MNV 2088)નું યેમેન નજીક મધદરીયે સોમાલિયન ચાંચિયાઓએ અપહરણ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. જહાજમાં સવાર ટંડેલ સલીમ ઓસમાણ ભડાલા અને અન્ય 10 સહિત તમામ 11 ખલાસી માંડવીના રહેવાસી છે. જહાજ જનરલ કાર્ગો ભરી યેમેનના અલ મુકુલ્લા પોર્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે શુક્રવારે સાંજે મધદરીયે પાંચ હથિયારધારી સોમાલિયન ચાંચિયાઓએ જહાજને હાઈજેક કર્યું હતું. જહાજને હાઈજેક કર્યા બાદ ચાંચિયાઓ તેને સોમાલિયાના ઓબીયો પોર્ટ તરફ લઈ ગયાં છે.

ફિરોઝ થૈમના પરિવારના વડીલ પટ્ટાશેઠે જણાવ્યું કે, આજે સવારે જ અમને આ બાબત અંગે જહાજના ટંડેલે સેટેલાઈટ ફોન મારફતે વાત કરી હતી. ચાંચિયાઓએ જહાજમાં સવાર કોઈ ખલાસીને કશું નુકસાન પહોંચાડ્યું નથી. ચાંચિયાઓ કાર્ગો ભરનારી દુબઈની પાર્ટી સાથે ખંડણીની રકમ માંગી રહ્યા છે. આ અંગે દુબઈની પાર્ટીની વાટાઘાટો ચાલુ છે. બનાવ અંગે કૉસ્ટગાર્ડ અને સેન્ટ્રલ આઈબી સહિતની ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક છે અને પટ્ટાશેઠ સાથે સતત સંપર્કમાં છે. જહાજમાં કાર્ગો ભરનાર અને તેની ડિલિવરી લેનાર પાર્ટીઓ પણ સોમાલિયન હોવાનું પટ્ટાશેઠે જણાવ્યું છે.

સોમાલિયન ચાંચિયાઓને નાથવા યુરોપીયન યુનિયન અને નાટો દ્વારા ખાસ એન્ટીપાઈરેટ્સ શીપ તૈનાત કરાયેલાં છે. તેમના દ્વારા પણ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રખાઈ રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર