બેન્કમાં જમા કરાવવા આપેલા રૂ.4.46 લાખ SISનો કર્મચારી લઇ રફુચક્કર

Mar 29, 2017 05:29 PM IST | Updated on: Mar 29, 2017 05:34 PM IST

અમદાવાદના એસઆઈએસ કંપનીના કર્મચારી રૂ 4.46 લાખની રોકડ લઈને ફરાર થઇ જતા ચકચાર મચી છે. આ રોકડ એચડીએફસી બેન્કમા જમા કરવાની હતી.એલિસબ્રિજ પોલીસે એસઆઈએસના કર્મચારી વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

અમદાવાદમા મીઠખણી ચાર રસ્તા પાસે આવેલી એસઆઈએસ કંપની ફરી ચર્ચામા આવી છે. એસઆઈએસ કંપની બેન્કો સાથે લેવડ-દેવડનુ કામ કાજ કરે છે. એસઆઈએસ કંપનીમાં કેસ ઓપરેટીગ એકઝયુકેટીવ રમેશ ડામોર પાચ ગ્રાહકોના પૈસા લઈને કેશવાનમા બેન્કોમા પૈસા જમા કરાવવા ગયા હતા. જે પૈકી એક ગ્રાહક નલ્લી સાડી શોરૂમના 4.46 લાખની રોકડ એચડીએફસી બેન્કમા જમા કરાવવાના બદલે પૈસ લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટનાના પગલે એસઆઈએસ કંપનીના આસીસ્ટન મેનેજરે રમેશ ડામોર વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી છે.

બેન્કમાં જમા કરાવવા આપેલા રૂ.4.46 લાખ SISનો કર્મચારી લઇ રફુચક્કર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર