ગાયકવાડ મામલે સંસદમાં હંગામો: મુંબઇથી ફ્લાઇટ નહીં ઉડવા દેવાની શિવસેનાની ધમકી

Apr 06, 2017 02:10 PM IST | Updated on: Apr 06, 2017 02:10 PM IST

નવી દિલ્હી #શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ મામલે આજે લોકસભામાં જોરદાર હંગામો થયો હતો. શિવસેનાના સાંસદોએ સંસદમાં ધમકી આપી કે તેઓ એક પણ ફ્લાઇટને મુંબઇથી ઉડવા નહીં દે.

એર ઇન્ડિયા સાથે થયેલી બબાલ મામલે સાંસદ રવિન્દ્ર ગાયકવાડે કહ્યું કે, એર ઇન્ડિયા સામે આ મામલે ક્યારેય માફી નહીં માંગુ, માફી માંગવા મામલે એમણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એમણે કહ્યું કે, અગર જો એમણે કોઇ ખરાબ વ્યવહાર કર્યો હોય તો તે સંસદથી માફી માગે છે પરંતુ એર ઇન્ડિયાથી કોઇ પણ કિંમતે માફી નહીં માંગે.

ગાયકવાડ મામલે સંસદમાં હંગામો: મુંબઇથી ફ્લાઇટ નહીં ઉડવા દેવાની શિવસેનાની ધમકી

સભામાં પોતાના ભાષણ દરમિયાન એમણે કહ્યું કે, આખરે એમની ભૂલ શું છે. એમણે એવો તો કયો ગુનો કર્યો છે કે જે કોઇ તપાસ વગર જાણે મીડિયા ટ્રાયલ થઇ રહ્યો છે. એમણે કહ્યું કે, એર ઇન્ડિયા સ્ટાફે એમની પર હુમલો કર્યો હતો. એમનો કોલર પકડ્યો હતો. એમણે જે કંઇ પણ કર્યું એ એમની પ્રતિક્રિયા હતી.

લોકસભા સ્પીકર દ્વારા સભામા સ્થગિત કર્યા બાદ ઉડ્યન મંત્રી ગજપતિ રાજૂ અને શિવસેનાના કેન્દ્રિય મંત્રી અનંત ગીત વચ્ચે ગરમાગરી થઇ હતી. માહોલ એટલો બગડ્યો તે બંને વચ્ચે હાથાપાઇ થઇ હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર