ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા સંઘ વડા મોહન ભાગવતને બનાવો રાષ્ટ્રપતિ : શિવસેના

Mar 27, 2017 05:49 PM IST | Updated on: Mar 27, 2017 05:49 PM IST

નવી દિલ્હી #શિવસેનાએ સોમવારે ભારતના આગામી રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતનું નામ આગળ વધાર્યુ છે. શિવસેનાએ એનડીએ અને પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરતાં કહ્યું કે, ભારતને હિન્દુ રાશ્ટ્ર બનાવવા માટે ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવા જરૂરી છે. અહીં નોંધનિય છે કે, જુલાઇમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે અને નવા રાષ્ટ્રપતિ માટે ચૂંટણી થવાની છે.

શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, જો આપણે ભારતને એક હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું સપનું પુરૂ કરવું હશે તો મોહન ભાગવતને જ રાષ્ટ્રપતિ બનાવવા જોઇએ.

ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા સંઘ વડા મોહન ભાગવતને બનાવો રાષ્ટ્રપતિ : શિવસેના

તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીના રૂપમાં આજે આપણી પાસે એક હિન્દુત્વવાદી વડાપ્રધાન છે. હાલમાં જ વધુ એક હિન્દુત્વવાદી છબી ધરાવતા નેતા યોગી આદિત્યનાથને યૂપીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જનતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો હિન્દુ રાષ્ટ્રનું સપનું પુરૂ કરવા માટે હવે ભાગવતને જ રાષ્ટ્રપતિ બનાવવા જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર