બોટાદઃદમનના વિરોધમાં હાર્દિક સહિત 51 પાટીદારોએ માથે કરાવ્યું મુંડન

May 21, 2017 01:16 PM IST | Updated on: May 21, 2017 01:23 PM IST

ગુજરાતમાં વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી પાટીદારોનું અનામતનું આદોલન ઉગ્ર બની રહ્યુ છે. ભાજપ સરકાર દ્વારા થયેલા અત્યાચારના વિરોધમાં આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ સહિત 51 આંદોલન કારીઓએ માથે મુંડન કરાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.બોટાદના લાઠીદડ ગામે મૂંડન કરાવી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. ભાવનગર શહેરમાં ન્યાય યાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

hardik mudan

બોટાદઃદમનના વિરોધમાં હાર્દિક સહિત 51 પાટીદારોએ માથે કરાવ્યું મુંડન

મૂંડન કરાવ્યા બાદ પાટીદાર નેતાઓ ભાવનગરના રાંદલ દડવા ખાતે દર્શન કરવા જશે. સાંજે 4 કલાકે ગઢેચી વડલા ખાતે સરદાર પટેલના સ્મારકને ફુલહાર કરીને નિલમબાગ સર્કલથી જ્વેલ્સ સર્કલ થઇ ન્યાય યાત્રા વિજયરાજ નગરમાં આર.ટી.ઓ રોડ ખાતે આવેલી ગોપાલલાલજીની હવેલી સામેની વાડીમાં ભવ્ય સભામાં રૂપાંતર પામશે. આ ન્યાય યાત્રાનું સમગ્ર રૂટમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે.

hardik mudan3સરકારની ઉદાસીનતાનો વિરોધ, પંકજ પટેલ મર્ડર કેસનો વિરોધ, માંડવીકાંડ અને તે તમામ કેસોમાં કામગીરીની ઉદાસીનતાને લઇ સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત  કરીશું.

લાઠીદડ ગામે પાટીદારો દ્વારા સર્વ સમાજનું સ્નેહમિલન

બોટાદ ના લાઠીદડ ગામે પાટીદારો દ્વારા સર્વ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું .જેમાં ગુજરાત પાસના કન્વીનર હાર્દિક પટેલ ,ધારીના ધારસભ્ય નલીન કોટડીયા સહિતના ગુજરાત પાસના તમામ ક્ન્વીરો હાજર રહ્યા હતા .જયારે વિવિધ સમાજના આગેવાનો દ્વારા હાર્દિક પટેલ નું ફૂલહાર કરી સન્માન કરાયું હતું .આ સમેલન માં હાર્દિક પટેલ સહિતના  પાટીદાર આગેવાનો એ ગુજરાત ની અને કેન્દ્ર ની ભાજપ સરકાર ને આડે હાથે લીધી હતી .અને પાટીદારો પર થયેલા અત્યાચાર નો બદલો ૨૦૧૭ માં ચોકસ લઈને જ રહેશે તેવું જણાવ્યું હતું .તેમજ પાટીદાર સમાજ પર થયી રહેલા અન્યાય અને અત્યાચાર ને ન્યાય અપાવા માટે થય આ સભા નું અને ન્યાય યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે .અને ચોક્કસ સમાજ ને ન્યાય અપાવીને રહેશું તેમ મીડિયા ને જણાવ્યું હતું .આ સભા માંમોટી સખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા .

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર