એક કોમ્પ્લેક્ષમાં બે અલગ ઓફિસમાં ધમધમતા હતા કોલ સેન્ટર,13ની ધરપકડ

Mar 28, 2017 04:10 PM IST | Updated on: Mar 28, 2017 06:26 PM IST

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે . સરખેજ વિસ્તારમાં સાણંદ ચોકડી પાસે આવેલા સીન્ગેચર-૨ કોમ્પ્લેક્ષ માં ગત મોડી રાતે ક્રાઇમ બ્રાન્ચ ની સાયબર સેલની ટીમે રેડ કરી હતી. એક કોમ્પ્લેક્ષમાં અલગ અલગ ઓફિસમાં બે કોલ સેન્ટર ચાલતા હતા. આ બંને કોલસેન્ટર તારિક શેખ અને જેક્કી શેખ નામના બે સંચાલકો ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.

૧ યુવતી સહીત ૧૩ લોકોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બંને કોલ સેન્ટરમાંથી ૧૫ કરતાવધુ કોમપ્યુટર તથા લેપટોપ કબ્જે કાર્ય છે. મળતી માહિતી મુજબ તારિક શેખ અને જેક્કી શેખ છેલ્લા ૧૫ દિવસ થી અહીં ભાડે ઓફિસ રાખી હતી અને રાત્રીના સમયે આ કોલન સેન્ટર ચાલવતા હતા.

પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આરોપીઓ પેડે પ્રોસેસમાં કોલીંગ માટે જરુરી રહેતી સ્ક્રીપ્ટ મેળવી છેતરપિંડી કરી રહ્યા હતા.પોલીસનુ કહેવુ છે કે આરોપી અમેરિકન નાગરિકો પાસેથી ડોલર આઈટ્યુન્સના સ્વરુપે તે આઈટ્યુન્સમાં નંબર જણાવેલ હોય તે આપતા તે નંબર આધારે આગળની પ્રોસેસકરી તેમજ ગણા ખરા સમયે મનીગ્રામ મારફતે પણ નાણા મેળવી લેતા હતા.આરોપી છેલ્લા ચાર મહિનાથી આ કોલ સેન્ટર ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે.

સુચવેલા સમાચાર