શશાંક મનોહરે આઇસીસીના ચેરમેન પદેથી રાજીનામું આપતાં ખળભળાટ

Mar 15, 2017 02:17 PM IST | Updated on: Mar 15, 2017 02:17 PM IST

નવી દિલ્હી #શશાંક મનોહરે આંતર રાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. એમણે ગત વર્ષે બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.

આઇસીસીમાં એમની પસંદગી સર્વ સંમતિથી થઇ હતી અને એમનો કાર્યકાળ બે વર્ષ માટેનો હતો. જોકે એમણે એક વર્ષની અંદર જ રાજીનામું આપી દીધું છે જેને પગલે અનેક તર્ક વિતર્કો ઉઠવા પામ્યા છે. એમણે પોતાનું રાજીનામું આઇસીસીના સીઇઓ ડેવિડ રિચર્ડસનને મોકલી આપ્યું છે. જેમાં તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે.

શશાંક મનોહરે આઇસીસીના ચેરમેન પદેથી રાજીનામું આપતાં ખળભળાટ

ડિયર ડેવિડ,

ગત વર્ષે સર્વ સંમતિથી મારી પસંદગી કરવામાં આવી હતી અને હું આઇસીસીનો પહેલો સ્વતંત્ર ચેરમેન બન્યો હતો. મેં હંમેશા બોર્ડના તમામ નિર્ણયોમાં પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને નિષ્પક્ષ રહેવાનો પ્રયાસ કર્યો છે. જોકે વ્યક્તિગત કારણોને લીધે મારૂ આઇસીસીના ચેરમેન બની રહેવું સંભવ નથી, એટલા માટે હું તત્કાલ અસરથી અધ્યક્ષના પદેથી રાજીનામું આપું છું.

હું આ ક્ષણે મારૂ સમર્થન કરનારા આઇસીસીના તમામ ડાયરેક્ટર, મેનેજમેન્ટ અને કર્મચારીઓનો આભારી છું. મારી શુભેચ્છાઓ આઇસીસી સાથે છે અને આશા વ્યક્ત કરૂ છું કે ભવિષ્યમાં વધુ સફળ થાવ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર