રાજકોટઃવેપારીની હત્યાને અંજામ આપે તે પહેલા જ ચાર શાર્પશૂટરની હથિયાર સાથે ધરપકડ

Feb 25, 2017 02:21 PM IST | Updated on: Feb 25, 2017 04:13 PM IST

રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટર પકડાયા છે.કુવાડવા પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન 4 શાર્પ શૂટરને પકડ્યા છે. નીતા વોલ્વોમાં તેઓ આવી રહ્યા હતા.એક પિસ્તોલ અને 6 જીવતા કાર્ટિસ મળી આવ્યા છે.શાર્પશૂટરો પાસેથી 9 mmની પિસ્તલ મળી આવી છે.2 છરી પણ મળી આવી છે.

નાસિકથી રાજકોટ આવતી બસમાંથી શખ્સો ઝડપાયા છે. શખ્સો પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરાયા છે.મોટા વેપારીની હત્યાના ઈરાદે આવ્યાની આશંકા છે. પાકિસ્તાનની ગેંગ દ્વારા સોપારી આપવામાં આવી હતી. મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ શાર્પશૂટરોની અટકાયત કરાઇ છે.ક્રાઈમબ્રાંચ અને SOGએ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોઈ વેપારીને નાસિકથી ધમકી મળતી હતી.પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધર્યું છે. કયા વેપારીને ધમકી મળતી હતી ? આ મુદ્દે પોલીસે હાલ મૌન સેવ્યું છે.

રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી કે શખ્સો અહીં આવીને કારની ચોરી કરવાના હતા.કાર ચોરીને નંબર પ્લેટ બદલી ઘટનાને અંજામ આપવાના હતા.બાતમીના આધારે ચારેય શખ્સોની અટકાયત કરાઈ છે.બિઝનેસમેનની હત્યાના ઈરાદે શખ્સો આવ્યા હતા.

નોધનીય છે કે, રાજકોટમાં 4 કિલોના ટાઇમ બોમ્બ મળવો અને તેના થોડા જ દિવસો બાદ હથિયારો સાથે 4 શખ્સોની શહેરમાં પ્રવેશ કોઇ મોટી સાજીસ તરફ ઇસારો કરી રહ્યુ છે કે નહી તેને લઇને પણ ગુપ્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આ ચારેય પાકિસ્તાની હોવાનું મનાઇ રહ્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર