હું ભાજપમાં નથી જોડાવાનો,કોંગ્રેસમાં જ રહીશઃશંકરસિંહ વાઘેલા

May 15, 2017 12:35 PM IST | Updated on: May 15, 2017 12:35 PM IST

ગઇકાલથી સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો ત્યારે આજે શંકરસિહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, હું ભાજપમાં જવાનો નથી,કોંગ્રેસમાં જ છું.મારુ સ્ટેન્ડ ક્લીયર છે,હું ચુંટણી સમયે ખબર પડશે કે ચુંટણી લડીશ કે નહી. હું સીએમ બનવા માગતો નથી. ભરતસિંહ સાથે મારે કોઇ મતભેદ નથી.

sankarsinh

હું ભાજપમાં નથી જોડાવાનો,કોંગ્રેસમાં જ રહીશઃશંકરસિંહ વાઘેલા

વધુમાં શંકરસિંહે કહ્યું હતું કે હું સીએમની રેશમાં નથી.ભરતસિંહની અધ્યક્ષતામાં જ ચુંટણી લડીશું.ગેરસમજ ન ફેલાય તે માટે બધાને ટ્વિટર પરથી અનફોલો કર્યા છે. હું સીએમ બનવા નથી માગતો.અત્યારે રાજકારણમાંથી સન્યાસનો કોઇ ઇરાદો નથી.

શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યુ હતું કે,કોંગ્રેસનું જે સ્ટેન્ડ છે એજ મારૂ સ્ટેન્ડ છે.હું કોગ્રેસમાં છે, હું સીએમની રેશમાં નથી,મને કોઇ નારાજગી નથી.ટ્વિટર પર મે તમામને અનફોલો કર્યા છે.કોઇ ખોટા મેસેજ ન જાય તે માટે સોશિયલ મીડિયા બંધ કર્યું છે.મારા નામે ખોટી માહિતી વાયરલ થઇ છે.બહુ ચુંટણી લડી હવે સમાજ માટે કામ કરીશું.હું રાજકારણમાં સક્રિય છુ, હું કોગ્રેસમાં જ છું.કોંગ્રેસ પર દબાણ કરવું એ અમારો સ્વભાવ નથી,મને કોઇ નારાજગી નથી.

રાજકીય લોકો એક્સપટ હોવા જોઇએ. લોકોની સમસ્યા હલ કરવી છે. માત્ર ભાજપ જ નહી,તમામ નેગેટિવ પોસ્ટ મે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર