નલિયા સેક્સકાંડઃઆરોપ લગાવનાર AApના મહિલા અગ્રણી સામે કાર્યવાહી કરાશે

Feb 10, 2017 09:05 AM IST | Updated on: Feb 10, 2017 09:05 AM IST

ભૂજઃકચ્છ જિલ્લાના નલિયામાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનામાં રાજ્ય સરકાર અને ભાજપના મોટા માથાઓ પર આમ આદમી પાર્ટી દ્રારા આરોપ લગાવવામાં આવ્યા હતા અને પીએમને પત્ર પણ લખવામાં આવ્યો હતો. આ મુદ્દે રાજ્યના આરોગ્યપ્રધાન શંકર ચૌધરીનું નામ પણ લેવામાં આવ્યું હતું જેને તેમણે વખોડ્યું હતું. તેમણે મીડિયાને પણ અપીલ કરી હતી કે આવા તથ્યહિન આરોપોને ચકાસ્યા વગર મીડિયા ટ્રાયલ ચલાવવામાં ન આવે.

જાહેરજીવનની વ્યક્તિઓને વ્યક્તિગત દ્રેષ રાખીને હેરાન કરવામાં આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાથી મીડિયાએ પણ બચવું જોઇએ. આ મુદ્દે તેઓ આમ આદમી પાર્ટીના મહિલા નેતા પર કાયદાકીય કાર્યવાહી કરશે અને લીગલ નોટીસ પણ ફટકારશે. તેમણે તમામ આરોપો તથ્યહિન અને બદનામ કરવા માટે લગાવ્યા હોવાનું કહ્યું હતું.

નલિયા સેક્સકાંડઃઆરોપ લગાવનાર AApના મહિલા અગ્રણી સામે કાર્યવાહી કરાશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર