શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર એસઆરપીના જવાન પર હુમલો

May 30, 2017 03:12 PM IST | Updated on: May 30, 2017 03:12 PM IST

અરવલ્લી જિલ્લા ના શામળાજી આરટીઓ ચેકપોષ્ટ પર નશાની હાલત માં આવેલા બાઇક સવારે એસઆરપી જવાન પર હુમલો કર્યો છે. એસઆરપી જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલી દેશની પ્રથમ આવક ધરાવતી ચેકપોષ્ટ હુમલો તેમજ તોડફોડ બાબતે હંમેશા વિવાદમાં રહેતી હોય છે.તાજેતર માં એક માસ અગાઉ ચેકપોષ્ટ પર હુમલો કરી આરટીઓ અધિકારી ને ઇજાગ્રસ્ત કરાયા હતા ત્યાં ગઈ મોડી રાત્રે આરટીઓ ચેકપોષ્ટ પર ફરજ બજાવી રહેલા એસઆરપી જવાન પર દારૂ પીધેલી હાલતમાં બાઇક લઇ આવેલા એક શકશે ઓચિંતો તીક્ષ્ણ હથિયાર છરી વડે હુમલો કર્યો હતો.

શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર એસઆરપીના જવાન પર હુમલો

જેથી પોતાના બચાવ માં હાથ વચ્ચે ધરી દેતા એસઆરપી જવાન ઇજાગ્રસ્ત થયો હતો. નશાની હાલત માં આવેલ શખ્સ જવાન પર હુમલો કરી બાઇક અને છરી ત્યાંજ નાખી દઈ ફરાર થઇ ગયો હતો. સદર બાબતે ઇજાગ્રસ્ત એસઆરપી જવાને શામળાજી પોલીસ સ્ટેશન માં હુમલાખોર ફરાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરાર આરોપી ને પકડવાની તજવીજ હાથ ધરી છે .

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર