દિલ્હી MCDમાં જીત પછી શાહનો હુંકાર, નકારાત્મક, બહાનાબાજીની રાજનીતિ નહીં ચાલે

Apr 26, 2017 12:03 PM IST | Updated on: Apr 26, 2017 12:06 PM IST

દિલ્હી MCD પરિણામમાં આજે ભાજપનો ભગવો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અમિત શાહે દિલ્હીની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કહ્યુ હતું કે,દેશભરમાં મોદીજીના નેતૃત્વની સ્વીકૃતિમાં વધારો થયો છે.

અમિત શાહે હુંકાર કરતા કહ્યું હતું કે, નકારાત્મક, બહાનાબાજીની રાજનીતિ નહીં ચાલે.દિલ્હીની જનતાએ મોદીના વિજયરથને આગળ વધાવ્યો છે. હું 15 દિવસ માટે બંગાળ, ગુજરાત, લક્ષદ્વીપ સુધી કામ કરીશ.અભૂતપૂર્વ જનસમર્થન મળતું નજરે આવી રહ્યું છે.દિલ્હી MCDની જીત ગરીબ કલ્યાણ યોજનાની જીત થઇ છે.

દિલ્હી MCDમાં જીત પછી શાહનો હુંકાર, નકારાત્મક, બહાનાબાજીની રાજનીતિ નહીં ચાલે

ત્રણ દિવસના પશ્ચિમ બંગાળ પ્રવાસે ગયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હી નગર નિગમની ચૂંટણી ભાજપની જીત બદલ પ્રેસ ક્લબ કોલકાતામાં મીડિયા સાથે વાતચીત કરી દિલ્હીની જનતાનો આભાર માન્યો હતો.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર