ફિલ્મ સમીક્ષા : રઇસમાં શાહરૂખ શાનદાર, તો નવાજ છે દમદાર

Jan 25, 2017 12:46 PM IST | Updated on: Jan 25, 2017 12:46 PM IST

અમદાવાદ #અમદાવાદી ડોન લતીફના જીવન પર આધારિત હોવાનું કહેવાતી ફિલ્મ રઇસ આજે રિલિઝ છે. અમદાવાદ સહિત એને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખની એક્ટિંગ શાનદાર છે તો નવાજ દમદાર છે.

રઇસ ફિલ્મના પ્રારંભે એક સીન આવે છે, જેમાં 10-12 વર્ષનો છોકરો રઇસ કમજોર આંખો માટે ગાંધીજીની પ્રતિમા પરથી ચશ્મા ઉતારી લે છે. દારૂ બંધીના નામે ગુજરાતમાં આજે જે કંઇ પણ થઇ રહ્યું છે એ સીન સમગ્ર તંત્ર પર તીખા તમાચા સમાન છે. અનેક વિવાદ, પાકિસ્તાની કલાકાર મનસેની ધમકી, ટ્રેનમાં સફર, આ તમામ વિવાદ વચ્ચે છેવટે રઇસ આજે મેદાનમાં આવી જ ગઇ, પરંતુ રઇસ જોઇને બહાર આવ્યા પછી ઘણાના મોઢે એવું સાંભળી શકાય એમ છે કે, ભાઇજાન જીતને રઇસ દિખતે હો ઉતને હો નહીં.

ફિલ્મ સમીક્ષા : રઇસમાં શાહરૂખ શાનદાર, તો નવાજ છે દમદાર

90ના દાયકાની કહાની

રઇસ 80 અને 90ના દાયકાની કહાની છે. જેમાં રઇસ આલમ (શાહરૂખ) પોતાની માતા સાથે બેહાલ જીંદગી ગુજારી રહ્યો હોય છે. બાળપણથી જ તે અવૈધ દારૂના બુટલેગર જયરામ માટે કામ કરતો હોય છે. આ કામમાં એનો મિત્ર સાદિક (મોહમ્મદ જીશાન અય્યૂબ) દરેક પગલે એની સાથે હોય છે. ધીરે ધીરે તે દારૂના વેપારમાં મોટો ખેલાડી બની જાય છે. એટલે સુધી કે મુખ્યમંત્રી સુધી પણ એની સીધી પહોંચ બની જાય છે.

રઇસ અને એસપી અંબાલાલ મજમુદાર (નવાજુદ્દીન સિદ્દીકી) વચ્ચે ઉંદર બિલાડીનો ખેલ ચાલતો રહે છે. પોતાના ખરાબ ધંધાને કારણે બદનામ હોવા છતાં રઇસ એ વિસ્તાર માટે રોબિનહુડ હોય છે. જે દારૂના ધંધામાંથી સમય કાઢીને આસિયા (માહિરાખાન) સાથે ઇશ્ક લડાવે છે. રઇસ બધી રીતે શાહરૂખ ખાનની મૂવી છે. શાહરૂખ જે કામ કરતો આવ્યો છે એ અહીં પણ દેખાય છે. વર્લ્ડ ફેમસ એનર્જી સાથે એ દેખાય છે. શાહરૂખ શાનદાર છે તો અહીં નવાજુદ્દીન પણ દમદાર છે. નવાજે હવે પરદા પર પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે કે તાલીઓ પડે છે. ફિલ્મના સારો દ્રશ્યો એ જ છે કે જેમાં પરદે નવાજ દેખાય છે.

માહિરાએ કંઇ ખાસ કર્યું નથી. જેથી એને જોઇને શંકા જાય છે કે માત્ર વિવાદ માટે જ એને ફિલ્મમાં લેવામાં આવી હોઇ શકે. મોહમ્મદ જીશાને સારૂ કામ કર્યું છે. નરેન્દ્ર ઝા અને અતુલ કુલકર્ણીએ પણ પોતાનો રોલ પુરી રીતે ફિટ કર્યો છે.

એકંદરે રઇસ શાહરૂખના ફેન્સ માટે એક પૈસા વસુલ મુવી છે. પરંતુ આ એક ગેન્ગસ્ટર માફિયા ડોનની મૂવી બનીને જ રહી જાય છે. જે દર્શકોને કંઇ પણ નવું આપતી નથી. આ વાર્તા 90ના દાયકાની છે. પ્રસ્તૃતીકરણ પણ 90ના દાયકા જેવું જ છે. ઉતાર ચઢાવોથી પર આ એક સીધી સપાટ કહાની છે. એના ટ્રેલર અને પબ્લિસિટીથી જે આશા હોય એમાં ઓગણીસ વીસ જ રહે છે. આમ છતાં શાહરૂખ અને નવાજના અભિનયને લીધે રઇસને પાંચમાંથી ત્રણ પોઇન્ટ આપી શકાય. (સાભાર-ફર્સ્ટપોસ્ટ)

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર