પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આઉટ

Feb 20, 2017 11:50 AM IST | Updated on: Feb 20, 2017 11:50 AM IST

નવી દિલ્હી #પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યું છે. આફ્રિદીએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે 21 વર્ષ જુની વિવાદોથી ભરેલી એની ક્રિકેટ કારકિર્દી સમાપ્ત થઇ છે.

36 વર્ષિય શાહિદ આફ્રિદીએ ટેસ્ટ મેચ અને વન ડે મેચને પહેલાથી જ અલવિદા કરી હતી. જોકે વર્ષ 2016માં ભારતમાં રમાયેલ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયનશીપમાં આફ્રિદી પાકિસ્તાન ટી20 ટીમનો કેપ્ટન હતો. ટુર્નામેન્ટ બાદ આફ્રિદીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. પરંતુ એક ખેલાડીના રૂપમાં રમત સાથે તે જોડાયેલો રહ્યો હતો.

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આઉટ

37 બોલમાં ફટકારી હતી સદી

શાહિદ આફ્રિદી એ દિવસોમાં ક્રિકેટ રસિકોના દિલોમાં છવાયો હતો કે જ્યારે 1996માં એણે શ્રીલંકા વિરૂધ્ધ રમાયેલ એક મેચમાં માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. આફ્રિદીની આ બીજી મેચ હતી અને એનો આ રેકોર્ડ 17 વર્ષ સુધી કોઇ તોડી શક્યો ન હતો. આફ્રિદી ક્રિકેટ કેરિયરમાં એક સારા ઓલરાઉન્ડર તરીકે જાણીતો થયો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર