શહેરામાં દૂધ ભરેલું ટેન્કર ડિવાઇર પર ચઢી જતાં પલટ્યું

Feb 19, 2017 03:48 PM IST | Updated on: Feb 19, 2017 03:48 PM IST

પંચમહાલઃ જિલ્લાના શહેરામાં આજે બસ સ્ટેન્ડ નજીક દૂધ ભરેલું ટેન્કર ડિવાઇર પર ચઢી જતાં પલટ્યું હતું.ટેન્કર પલટી જતાં હજારો લીટર દૂધ જાહેર માર્ગ પર ઢોળાયું હતું. ટેન્કર ચાલકને ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયો છે. દૂધ ભરેલ ટેન્કર લુણાવાડાથી ગોધરા ડેરી ખાતે જઈ રહ્યું હતું.

શહેરામાં દૂધ ભરેલું ટેન્કર ડિવાઇર પર ચઢી જતાં પલટ્યું

ટેન્કર પલટી જતા દૂધ રસ્તા પર રેલાયું હતું. તો બીજી તરફ મુસાફરો પણ આ રસ્તા પર જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવો નજારો જોવા ઉભા રહેતા હતા.

સુચવેલા સમાચાર