શહીદ જવાનની દિકરી બોલી-પપ્પાના બદલે મારે જોઇએ 50 પાકિસ્તાની સૈનિકોના માથા

May 02, 2017 11:03 AM IST | Updated on: May 02, 2017 11:06 AM IST

પાકિસ્તાની સૈનિક દ્વારા ભારતીય જવાનોના શવ સાથે બર્બરતાને લઇ આખા દેશમાં આક્રોશ છે. લોકો ફરી એકવાર પાકિસ્તાન સાથે બદલો લેવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે શહીદ જવાન પ્રેમ સાગરની દિકરીએ પિતાના એક માથાના બદલામાં 50 માથા લાવી બદલો લેવાનું કહ્યું છે.

યુપીના દેવરિયામાં શહીદની દિકરીએ ન્યૂઝ18 ઇન્ડિયા આગળ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યુ મારા પપ્પા શહીદ થયા છે તેવી જાણકારી અમને મળી છે. મારા પિતાના એક માથાના બદલે મને 50 માથા જોઇએ.

શહીદ જવાનની દિકરી બોલી-પપ્પાના બદલે મારે જોઇએ 50 પાકિસ્તાની સૈનિકોના માથા

પાકિસ્તાન આર્મીની 647 મુજાહિદ બટાલિયે સોમવારે સવારે 8.30 કલાકે પુંછના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં ભારતીય ચોકિયો પર ફાયરિંગ કર્યુ હતું. આ દરમિયાન ભારતીય જવાનોની એક ટુકડી પર પાકિસ્તાનની બોર્ડર એક્સન ટીમએ ઘાત લગાવી હુમલો કર્યો હતો. આ દરમિયાન બે જવાન શહીદ થયા હતા.

ફાઇલ ફોટો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર