ગુજરાત હાઇકોર્ટે આપી શાહરૂખ ખાનને રાહત, સમન્સ પર લગાવી રોક

Mar 31, 2017 10:02 AM IST | Updated on: Mar 31, 2017 10:02 AM IST

ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે ગુજરાત રેલવે પોલીસ દ્વારા શાહરૂખ ખાન સામેના સમન્સ પર રોક લગાવી છે. શાહરૂખ સામે આ સમન્સ ફિલ્મ રઇસના પ્રમોશન દરમિયાન વડોદરામાં થયેલ એક પ્રસંશકના મોત સંબંધીત કરાયું હતું.

શાહરૂખ ખાને ફિલ્મના પ્રચાર માટે અગસ્ત ક્રાંતિ એક્સપ્રેક્સ ટ્રેનમાં મુંબઇથી દિલ્હી સુધીની સફર કરી હતી. જ્યારે ટ્રેન વડોદરા પહોચી તો બહાર તેની એક ઝલક મેળવવા ચાહકોથી રેલવે પ્લોટ ફોર્મ ઉભરાયુ હતું ત્યારે ધક્કાધક્કી દરમિયાન અફરાતફરી મચી હતી. આ દરમિયાન વડોદરાના ફરીદ ખાન નામની વ્યક્તિનું હાર્ટ એેટેકથી મોત થયું હતું.

ગુજરાત હાઇકોર્ટે આપી શાહરૂખ ખાનને રાહત, સમન્સ પર લગાવી રોક

મામલો જ્યારે રેલવે મંત્રી સુરેશ પ્રભુ પાસે પહોચ્યો હતો તો રેલવે પોલીસે ઘટનાની તપાસના આદેશ કર્યા હતા. તપાસમાં રેલવે પોલીસે શાહરૂખ ખાનને સમન્સ મોકલ્યુ હતું. શાહરૂખ ખાને સમન્સ સામે બુધવારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને પોતે નિર્દોષ હોવાનું કહ્યુ હતું.

બોલિવુડ કિંગ શાહરૂખ ખાને તેની સામે વડોદરા રેલવે પોલીસે નોંધેલી ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.સુનાવણી બાદ હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ ફટકારી છે.આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે ટકોર કરી હતી કે, શાહરૂખ ખાન પ્રચાર માટે ગુજરાત આવી શકે છે, પરંતુ સમન્સ બાદ, ગુજરાત કેમ આવી શકતા નથી. શું શાહરૂખ ખાનને ગુજરાત પસંદ નથી.હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રઈસ ફિલ્મના પ્રચાર માટે શાહરૂખ ખાને મુંબઈ થી દિલ્હી સુધી ટ્રેનમાં આવ્યા હતા.

આ સમયે, વડોદરા સ્ટેશન પર 23 જાન્યુઆરીએ તેના ચાહકોની ભારે ભીડ જમા થઈ હતી. આ ઘટનામાં ભીડમાં એક વ્યક્તિનુ હાર્ટ એટેક આવવાથી મોત થયુ હતુ.જેમાં શાહરૂખ ખાન સામે વડોદરામાં રેલવે પોલીસે ફરિયાદ નોંધાયેલી છે અને તેને સમન્સ પાઠવેલુ છે.આ સમગ્ર ઘટનામાં શાહરૂખ ખાન સામે કોઈ કેસ બનતો નથી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર