અમદાવાદઃનવિનચંદ્ર શેઠે જીટીયુના કુલપતિપદે પદભાર સંભાળ્યો

Jan 01, 2017 10:12 AM IST | Updated on: Jan 01, 2017 11:08 AM IST

અમદાવાદઃગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી એટલે કે જીટીયુના નવા કુલપતિ તરીકે નવિનચંદ્ર શેઠે આજે હોદ્દો સંભાળી લીધો છે. હોદ્દો સંભાળ્યા બાદ તેમણે કહ્યું કે જીટીયુમાં નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનનું નોડલ સેન્ટર બને અને જીટીયુની કોલેજો એમાં જોડાય એ તેમની પ્રાથમિકતા રહેશે. નોંધનીય છે કે નવિન શેઠ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ફાર્મસી વિભાગના હેડ તરીકે કામ કરી ચૂક્યા છે.

તેઓ પીએચડી અને એમ.ફાર્મની ડીગ્રી ધરાવે છે તેમજ 2014થી જીપીએસસીના મેમ્બર છે. નવિન શેઠ સામે પડકાર એ છે કે 400 જેટલી કોલેજોને સાંકળતી રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સીટીનું હજુ સુધી પોતાનું કોઇ સ્ટેચ્યુએટ કે ઓર્ડીનન્સ નથી.

અમદાવાદઃનવિનચંદ્ર શેઠે જીટીયુના કુલપતિપદે પદભાર સંભાળ્યો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર