ક્રેડાઇના નવા પ્રમુખ તરીકે જક્ષય શાહની વરણી

Apr 09, 2017 04:52 PM IST | Updated on: Apr 09, 2017 04:53 PM IST

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ક્રેડાઇ દ્વારા સેમિનારનું આયોજન કરાયુ હતું. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીયપ્રધાન વૈકેંયા નાયડુ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે બોલતા કેન્દ્રિય પ્રધાન વૈકેંયા નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારના વખાણ કર્યા હતા. અને કહ્યુ હતું કે દેશમા ચાલી રહેલી મોદી સરકાર મહાત્મા મંદિર અને સરદાર પટેલના નકશે કદને અનુસરી રહી છે. અને અંત્યોદયના વિકાસને કેન્દ્ર સ્થાને રાખી નવા ભારતના નિર્માણનો સકંલ્પ કર્યો છે.

naydu_gandhinagar

ક્રેડાઇના નવા પ્રમુખ તરીકે જક્ષય શાહની વરણી

cm gandinagar1

તેમજ નરેન્દ્ર મોદીને દેશના મેકીંગ ઓફ ડેવલપર્સ ઇન્ડિયા ગણાવ્યા હતા. તો બીજી તરફ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે જાહેરાત કરી હતી કે આવનાર સમયમાં રાજ્ય સરકાર એક સમાન જીડીસીઆર અમલ કરશે. જેના પગલે તમામ ડેવલપર્સનો ફાયદો થશે. અને વધુમાં જણાવ્યુ હતું, કે રેરાનો કાયદો ગુજરાતમાં ઝડપથી અમલ કરી ગ્રાહકોના હિતને કેન્દ્રમાં રાખવામાં આવશે. મહાત્માં મંદિર ખાતે આયોજીત કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયામાંથી બિલ્ડીંગ ડેવલપર્સ સહિત તેની સાથે સંકળાયેલા કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ક્રેડાઇના નવા પ્રમુખ તરીકે જક્ષય શાહની વરણી કરવામાં આવી હતી..

મહાત્મા મંદિરમાં યોજાયો ક્રેડાઇનો કાર્યક્રમ

કેન્દ્રિયપ્રધાન વૈકેંયા નાયડુ, સીએમ વિજય રૂપાણી રહ્યા હાજર

ક્રેડાઇના નવા પ્રમુખ તરીકે જક્ષય શાહની વરણી

મોદી એટલે " મેકીંગ ઓફ ડેવલપર્સ ઇન્ડિયા " - વૈકેંયા નાયડુ

મોદી સરકાર મહાત્મા ગાંધી અને સરદારને અનુસરે છે

ક્રેડાઇએ એફોડેબલ હાઉસના 375 પ્રોજેક્ટ પર એમઓયુ કર્યા

70 હજાર કરોડના મુડી રોકાણ સાથે કરાયો એમઓયુ

જીડીસીઆરનો કોમન કાયોદ સરકાર લાવશે - નિતિન પટેલ

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર