માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર,આચાર્ય મંડળમાં અરવિંદ પટેલની જીત

Jan 22, 2017 03:24 PM IST | Updated on: Jan 22, 2017 03:28 PM IST

અમદાવાદઃમાધ્યમિક-ઉચ્ચતર મા. શિક્ષણ બોર્ડની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે.મહીડા કિરીટ પૃથ્વીરાજ સંવર્ગ માધ્યમિક શિક્ષણ સંઘ દક્ષિણ ઝોનથી વિજેતા થયા છે. જ્યારે આચાર્ય મંડળમાં અરવિંદ પટેલની જીત થઇ છે. વાલી મંડળમાં કેતન પટેલની જીત થઇ છે.ઉત્તર બુનિયાદી આચાર્ય સંવર્ગમાં સંજય મકવાણાનો વિજય થયો છે.સંચાલક મંડળ જૂથ-1માં કાછડિયા પ્રવિણભાઈ વિજેતા થયા છે.

siksan rijant1

માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર,આચાર્ય મંડળમાં અરવિંદ પટેલની જીત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શુક્રવારે એટલે કે  20જાન્યુઆરીએ સવારથી જ ચૂંટણીનું મતદાન થયું હતું.બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી.પરંતુ 6 બેઠકો બિનહરીફ જાહેર થતાં 18 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 18 બેઠકો માટે 61 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝૂકાવતા ચૂંટણી રસાકસીભરી બની હતી.

શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ

સંવર્ગ માધ્યમિક શિક્ષણ સંઘ અમદાવાદ ઝોનમાંથી જીગીશ શાહ જીત્યા

સંવર્ગ ઉત્તર બુનિયાદી શિક્ષક વિભાગમાં જશવંત દેસાઇની જીત

સુચવેલા સમાચાર