અમદાવાદઃસાથે ભણતી છોકરીને સ્કૂલ પ્રાંગણમાં એકએ આંતરી કર્યા અડપલા,બીજાએ બનાવ્યો વીડિયો

Apr 18, 2017 07:09 PM IST | Updated on: Apr 18, 2017 07:09 PM IST

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક હાઈસ્કુલના પ્રાંગણમાં  ધોરણ 9માં ભણતી એક કિશોરી સાથે છેડતી થતા ચકચાર મચી ગઇ છે. ક્લાસમાં ભણતા અન્ય એક કિશોરે તેની સાથે બિભત્સ અડપલા કરી અને તેના બીજા મિત્રએ તેનો વિડીયો બનાવી અને વાઈરલ કર્યો હતો.

એક કિશોરી સાથે અડપલાનો વિડીયો વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં શિક્ષણના ધામમાં આવી નાની ઉમરે બનેલી ઘટના ચર્ચાનો વિષય બની છે અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો છે.બોપલ પોલીસ સ્ટેશન માં નોધાયેલી એક ફરીયાદ હાલ સમગ્ર વિસ્તારમાં ટોક ઓફ દ ટાઉન બની છે.

અમદાવાદઃસાથે ભણતી છોકરીને સ્કૂલ પ્રાંગણમાં એકએ આંતરી કર્યા અડપલા,બીજાએ બનાવ્યો વીડિયો

વિગતો પર નજર કરીએ તો 13 એપ્રીલના દિવસે બપોરના સુમારે શાળાના પ્રાંગણમાં બે કિશોરોએ એક કિશોરીને આંતરી હતી. એક કિશોરે તેની સાથે અડપલાની કરી શરુઆત અને ચેનચાળાના બીજા મિત્રએ તેના મોબાઈલમાં વિડીયો  બનાવી કેદ કરી લીધા હતા. ત્યારબાદ સ્કુલના પ્રાગણમાં બનેલી આ ઘટનાનો વિડીયો વાઈરલ કરી દેવાયો હતો. જ્યારે કિશારીના પરીવારે આ વિડીયો જોયો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કિશોરીના પરીવારજનોએ વિડીયોને આધારે બોપલ પોલીસ મથકે ફરીયાદ આપી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર