ઇવીએમમાં ગરબડી મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ

Mar 24, 2017 05:05 PM IST | Updated on: Mar 24, 2017 05:05 PM IST

નવી દિલ્હી #ઇવીએમમાં ગરબડી મામલે સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચને નોટિસ જઇસ્યૂ કરી છે. અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે આ સુનાવણી કરતાં ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે ઇવીએમમાં ગરબડી થતી હોવાના મામલે ઉઠી રહેવા સવાલ મુદ્દે કહ્યું કે, જો મશીનમાં ગરબડી કરવામાં આવી છે તો આ મામલે અમેરિકી એક્સપર્ટ દ્વારા એની તપાસ કરાવવામાં આવે.

ઇવીએમમાં ગરબડી મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે માગ્યો જવાબ

જોકે સુપ્રીમ કોર્ટે અરજીકર્તાની આ દલીલને ફગાવી કે જેમાં એવું કહેવાયું હતું કે, સુપ્રીમ કોર્ટ સીબીઆઇને તપાસના આદેશ આપે. આ મામલે અજાણ્યા વ્યક્તિઓ વિરૂધ્ધ એફઆઇઆર નોંધવામાં આવે અને ચેડા કરાયેલા ઇવીએમ જપ્ત કરવામાં આવે કે જેથી એની તપાસ કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એની કોઇ જરૂર નથી અને માત્ર ચૂંટણી પંચને જવાબ આપવા કહ્યું છે.

વકીલ એમ એલ શર્માએ અરજીમાં કહ્યું હતું કે, ઇવીએમમાં ઘણી ગરબડીની આશંકા છે. આ મશીનોમાં નિષ્પક્ષ ચૂંટણી અને પરિણામ નથી આવી શકતા, માટે એની તપાસ થવી જરૂરી છે.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ ઇવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટ છેડછાડ કરાયાનો દાવો કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર