ફિલ્મ અને રાષ્ટ્રગીતને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો

Feb 14, 2017 02:44 PM IST | Updated on: Feb 14, 2017 05:02 PM IST

નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં સ્પષ્ટ કર્યું છે કે, ફિલ્મની વચ્ચે રાષ્ટ્રગીત વાગે તો દર્શકોને ઉભા થવાની જરૂર નથી, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રાષ્ટ્રગીત ફિલ્મ શરૂ થયા પહેલા વગાડવું જરૂરી છે અને એ વખતે દર્શકોએ ઉભા થવું પણ જરૂરી છે.

અહીં નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટે કેટલાક મહિના પહેલા જ આ અંગે એક મહત્વનો ચુકાદો આપ્યો હતો કે દેશના તમામ સિનેમાઘરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલા રાષ્ટ્રગીત વગાડવું જરૂરી છે, ઉપરાંત રાષ્ટ્રગાન વખતે તમામ દર્શકોએ ઉભા થવું પણ જરૂરી છે. કોર્ટે કહ્યું કે જ્યારે રાષ્ટ્રગીત વગાડવામાં આવે ત્યારે સ્ક્રિન પર રાષ્ટ્રધ્વજ બતાવવો પણ જરૂરી છે.

ફિલ્મ અને રાષ્ટ્રગીતને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, જાણો

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ પણ સખત શબ્દોમાં કહ્યું કે, સિનેમામાં ડ્રામા ઉભો કરવા માટે રાષ્ટ્રગાનનો ઉપયોગ ન કરવો જોઇએ. રાષ્ટ્રગીતનો અન્ય કોઇ રીતે નાટ્ય રૂપાંતરણ ન કરવા પણ નિર્દેશ આપ્યા. સાથોસાથ એ પણ કહ્યું કે, કોઇ પણ અનિચ્છનિય વસ્તુ પર રાષ્ટ્રગાનને છાપવામાં ન આવે કે દર્શાવવામાં ન આવે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર